વાડિયા ગ્રુપની એરલાઈન કંપની Go First નાદારીના આરે પહોંચી ગઈ છે. કંપનીએ NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. પીટીઆઈએ કંપનીના સીઈઓ કૌશિક ખોનાને ટાંકીને આ માહિતી આપી છે. ખોનાએ જણાવ્યું હતું કે એરલાઇનના 28 વિમાનોને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે. એટલે કે તેના અડધાથી વધુ એરક્રાફ્ટ ઉડવા માટે અસમર્થ છે. તેનું કારણ એ છે કે એન્જિન બનાવનારી કંપની Pratt & Whitneyએ તેનો સપ્લાય બંધ કરી દીધો છે. આ કારણે કંપની પાસે ફંડની ભારે અછત છે.
ફ્લાઇટ્સ 3 અને 4 મેના રોજ બંધ રહેશે
એરલાઇન ગો ફર્સ્ટની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 3 અને 4 મેના રોજ બંધ રહેશે. DGCAએ આની જાહેરાત કરી છે. મળતી માહિતી અનુસાર, કંપની રોકડની તંગીનો સામનો કરી રહી છે. એરલાઈન પાસે રોકડ ખતમ થઈ ગઈ છે. આ કારણે તે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના લેણાં ચૂકવવા સક્ષમ નથી. આ કંપનીઓએ તેને તેલ આપવાની ના પાડી દીધી છે. કંપનીએ ઓઈલ કંપનીઓના બાકીના લેણાં પણ ચૂકવ્યા નથી. આવી સ્થિતિમાં, જેમણે આગામી બે દિવસ માટે ફ્લાઇટ બુક કરાવી છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
Go First airlines flights to remain cancelled on May 3, 4 amid financial crunch
Read @ANI Story | https://t.co/RirEJYeWYN#GoFirstAirlines #DGCA pic.twitter.com/s947f6bwFZ
— ANI Digital (@ani_digital) May 2, 2023
એરલાઇન કેટલી મોટી છે?
Go First airlines flights to remain cancelled on May 3, 4 amid financial crunch
Read @ANI Story | https://t.co/RirEJYeWYN#GoFirstAirlines #DGCA pic.twitter.com/s947f6bwFZ
GoFirst કંપનીના કાફલામાં 31 માર્ચ સુધીમાં, 30 વિમાનોને ગ્રાઉન્ડેડ હતા. જો આપણે વિમાનોના કુલ કાફલા વિશે વાત કરીએ તો તેની સંખ્યા 61 છે. તેમાંથી 56 A320 Neo અને 5 A320CEO છે. જુલાઈ 2022માં પહેલીવાર આ કંપનીએ સંકટનો સામનો કરવો પડ્યો જ્યારે તેણે એરક્રાફ્ટ કેન્સલ કરવું પડ્યું હતું. ત્યારથી તેની હાલત ખૂબ જ ખરાબ ચાલી રહી છે. એરલાઇન મે 2022માં 12.7 લાખ મુસાફરોને યાત્રા કરાવી હતી, જ્યારે ફેબ્રુઆરીમાં 9,63,000 મુસાફરોને લઈ જતી કંપની માર્કેટ શેર (બજાર હિસ્સો) 8 ટકા જેટલો ઘટી ગયો હતો.