ગો ફર્સ્ટ એરલાઈન નાદાર થશે, NCLTએ આપી મંજૂરી, 19 મે સુધી તમામ ફ્લાઇટ્સ રદ


  • Published By :
  • Published Date : 2023-05-10 14:23:02

દેવાળું ફૂંકવાને આરે આવેલી ગો ફર્સ્ટ એરલાઈન્સની નાદારીની અરજી નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ એટલે કે NCLTએ સ્વિકારી લીધી છે. ગો ફર્સ્ટએ 4 મેના રોજ અરજી કરી હતી. આ જ કારણે એરલાઈને તેની તમામ ફ્લાઈટ 19 મે સુધી કેન્સલ કરી દીધી છે. નાદારીની પ્રક્રિયા અંગે સુનાવણી સરૂ થવાની હોવાથી કંપનીના મેનેજમેન્ટ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. NCLTએ ગો ફર્સ્ટના સંચાલન માટે માટે અભિલાષ લાલની ઈન્ટરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે નિમણુક કરી છે. હવે ગો ફર્સ્ટના બોર્ડને નિયમિત ખર્ચ માટે 5 કરોડ રૂપિયા પણ જમા કરાવવા પડશે. 


કર્મચારીઓને મોટી રાહત


NCLTએ કહ્યું છે કે ગો ફર્સ્ટના કર્મચારીઓની છટણી કરવામાં આવશે નહીં, આ નિર્ણય બાદ સાત હજાર કર્મચારીઓને મોટી રાહત મળી છે. તેમની પર લટકી રહેલી છટણીની તલવાર હાલ તો દુર થઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે કંપની પર લગભગ 6,521 કરોડ રૂપિયાનું દેવું છે. કોર્ટના આ નિર્ણય બાદ તેને રિવાઈવલ પ્લાન ને તૈયાર કરવા માટે સમય મળશે. 


મુસાફરોને રિફંડ મળશે?


ગો ફર્સ્ટ એરલાઈનની ઉડાનોને રદ્દ કરી દેવામાં આવી છે, જ્યારે જે લોકોએ ગો ફર્સ્ટમાં ટિકિટ બુક કરાવી હતી તેમનું રિફંડ પણ અત્યાર સુધી ફસાયેલું છે. ડીજીસીએએ યાત્રિકોના પૈસા વહેલામાં વહેલી  તકે પરત કરવાનો આદેશ આપ્યો છે. પરંતું આ અંગે એરલાઈને કોઈ કાર્યવાહી કરી નથી. મોટાભાગના મુસાફરો હજુ સુધી રિફંડની રાહ જોઈ રહ્યા છે.  



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..