વારાણસીનો જ્ઞાનવાપી મામલાનો આજે મહત્વપૂર્ણ દિવસ છે આ મુદે સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી શિવલિંગનું સંરક્ષણ કરવાનો આદેશ આપ્યો છે અને સાથે જ કોઇ શિવલિંગને છુપાવે નહીં તેવી વાત પણ કરી છે. આ પહેલા કોર્ટે 12 નવેમ્બર સુધી વજુખાનાનાં સંરક્ષણ માટેનો આદેશ આપ્યો હતો. અલ્હાબાદ કોર્ટ જ્ઞાનવાપી પરિસરનાં ASI સર્વે કરાવવાની માંગ પર હવે 28 નવેમ્બરનાં રોજ સુનાવણી કરશે.
Gyanvapi mosque: SC extends order of protection of areas where 'Shivling' was stated to be found
— ANI Digital (@ani_digital) November 11, 2022
Read @ANI Story | https://t.co/IY5Vn9EtxQ#GyanvapiVerdict #SupremeCourt #Varanasi #Gyanvapimosquecase #Gyanvapi pic.twitter.com/7VpMKezEjq
અદાલતે શું કર્યો આદેશ ?
દેશની સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપી પરિસરમાં મળી આવેલ શિવલિંગ જેવી રચનાનું સંરક્ષણ કરવા સંબંધિત આદેશને આગળ વધારવાની માંગ પર સુનાવણી કરી તો બીજી તરફ હાઇકોર્ટની નીચલી અદાલતમાં આપવામાં આવેલ સર્વેક્ષણનાં આદેશનાં વિરુદ્ધમાં સુનાવણી થઇ. સુપ્રીમ કોર્ટે અરજદારોને છૂટ આપી છે કે તે જિલ્લા કોર્ટમાં પણ જઇ શકે છે. આ સાથે જ કોર્ટ હિન્દૂ પક્ષને પોતાના પક્ષ તરીકે રાખવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષ પહોંચ્યો !
સુપ્રીમ કોર્ટે વારાણસીનાં જ્ઞાનવાપી મસ્જિદમાં મળેવ કથિત શિવલિંગને સંરક્ષિત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ 12 નવેમ્બરનાં પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં હિન્દૂ પક્ષ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું અને શિવલિંગને સંરક્ષિત રાખવાનાં અંતિમ આદેશને આગળ વધારવાની માંગ કરી જેને સીજેઆઇ ચંદ્રચૂડે પાછલી સુનાવણીમાં કહ્યું હતું કે સંરક્ષણને લઇને નવી બેન્ચ બનાવવી પડશે.