ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટ હાલ પુરતો રદ્દ, શાળાઓને બદલે વિદ્યાર્થીઓને જ મળશે સીધી સહાય


  • Published By :
  • Published Date : 2023-06-06 20:51:03

ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લેતા સ્કૂલોમાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટને સરકારે હાલ પુરતો રદ્દ કર્યો છે. રાજ્ય સરકારમાં ઉચ્ચ સ્તરીય વિચાર-વિમર્શ બાદ રાજ્ય સરકારે શાળાઓને જ્ઞાનસેતુ માટે બજેટ નહીં ફાલવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના સલાહકાર હશમુખ અઢીયાએ છેલ્લી ઘડીએ પ્રોજેક્ટને મંજુરી આપી નથી. રાજય સરકાર હવે શાળાઓને બદલે  વિદ્યાર્થીઓને જ સીધી આર્થિક સહાય કરવાનો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા 6 મહિનાથી આ પ્રોજેક્ટના અમલીકરણ માટે તૈયારીઓ ચાલી રહી હતી. જો કે સરકારે છેલ્લી ઘડીએ કે જ્યારે શાળાઓનું નવુ સત્ર શરૂ થવાનું છે ત્યારે જ રાજ્ય સરકારે નિર્ણયમાં પલટી મારતા લોકોમાં આઘાત સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.


જમાવટે પૂછ્યું તો આવો જવાબ મળ્યો 


જ્ઞાનસેતુ પ્રોજેક્ટ મામલે જમાવટે જ્ર્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના એક ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરી પુછ્યું ત્યારે તેમણે કહ્યું કે પ્રોજેક્ટ ચાલુ જ છે. જ્ઞાનસેતુ પ્રોજેક્ટ બંધ થયો હોવાના સમાચારને તેમણે ખોટા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે પ્રોજેક્ટમાં થોડો ફેરફાર કરાવમાં આવ્યો છે. વિદ્યાર્થીઓને વધુ શાળાઓનો વિકલ્પ મળે તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. સરકાર એક- બે દિવસમાં જીઆર જાહેર કરશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.


અસમંજશની સ્થિતી પ્રવર્તી હતી


નવું શૈક્ષણિક સત્ર શરુ થઈ ગયું અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જવાનું શરુ પણ કરી દીધું છે. શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા સ્કૂલ ફોર એક્સલેન્સ જેવી શાળાની જાહેરાત કરાઈ હતી તેનું શું થયું? તેના પર સવાલો ઉઠ્યા હતા. શું આ પ્રોજેક્ટનું સુરસુરિયું થઈ ગયું કે શું? કેમ શૈક્ષણિક સત્ર શરુ થવા છતાં શાળાઓની ફાળવણી થઈ નથી કે કોઈ જાહેરાત થઈ નથી. તેને લઈને અનેક તર્ક વિતર્ક ચર્ચાઈ રહ્યાં હતા.


5.24 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા


રાજ્યભરમાં ગત એપ્રિલ મહિનામાં જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા સ્કૂલ ફોર એક્સલેન્સ જેવી શાળામાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં 54 હજાર સહિત રાજ્યભરમાંથી અંદાજે 5.24 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 6ના વર્ગમાં પ્રવેશ માટે પરીક્ષા આપી હતી. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 202 સેન્ટર પર પરીક્ષાનું આયોજન થયું હતું. પરંતુ નવું શૈક્ષણિક સત્ર તો શરુ થયું પણ જ્ઞાન સેતુ સ્કૂલને લઈને ડખા પડ્યા હોય તેવું સામે આવી રહ્યું છે.


જ્ઞાનસેતુ પ્રોજેક્ટ શું છે?


સરકારી શાળા તેમજ તેની શિક્ષણ પધ્ધતિમાં સુધારો કરવા, સરકારી સ્કૂલોમાં પણ ખાનગી શાળાઓ જેવું જ શિક્ષણ આપવા રાજ્યમાં 400 જ્ઞાનસેતુ સ્કૂલ બનાવવાનો નિર્ણય કરાયો છે. આ જ્ઞાનસેતુ સ્કૂલમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ભણાવાશે. સરકારી કે ગ્રાન્ટેડ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને અલગ તારવવા માટે આ વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવશે. રાજ્યના ધોરણ 6થી 12ના આશરે એક લાખ વિદ્યાર્થીઓને આ જ્ઞાનસેતુ ડે સ્કુલમાં ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાશે તેવો પ્રોજેક્ટ તૈયાર તો કરવામાં આવ્યો છે. આ માટે સરકાર વિદ્યાર્થી દીઠ વાર્ષિક 20 હજારની સહાય આપશે.પરંતુ હાલ જ્ઞાનસેતુ સ્કૂલના જાહેરાત નહીં થતાં નવો વિવાદ સર્જાયો છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?