MBBSમાં એડમિશન મોંઘુ થયું, GMERS હસ્તકની મેડીકલ કોલેજોની ફીમાં 66.6 ટકાનો તોતિંગ વધારો


  • Published By :
  • Published Date : 2023-07-21 19:14:44

ગુજરાતમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે ડોક્ટર બનવું હવે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ બન્યું છે. ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે ગુરુવારે રાજ્યમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) દ્વારા સંચાલિત 13 મેડિકલ કોલેજોમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સની ફીમાં તોતિંગ વધારો કરવાની જાહેરાત કરી છે. MBBSના અભ્યાસક્રમમાં શૈક્ષણિક વર્ષ 2023-24માં પ્રવેશ માટે GMERS હેઠળ આવતી અર્ધસરકારી-ખાનગી એવી કુલ 13 મેડિકલ કોલેજોની ફી જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલા નવા ફી માળખામાં સરકારી ક્વોટા, મેનેજમેન્ટ ક્વોટા અને NRI ક્વોટાની બેઠકોનો સમાવેશ થાય છે. GMERS હસ્તકની મેડીકલ કોલેજોમાં MBBSના અભ્યાસક્રમમાં શૈક્ષણિક વર્ષ 2023-24માં પ્રવેશ માટે GMERS હેઠળ આવતી અર્ધસરકારી-ખાનગી એવી કુલ 13 મેડિકલ કોલેજોની ફી જાહેર કરવામાં આવી છે.


ફીમાં કેટલો વધારો કરવામાં આવ્યો?


સરકારી ક્વોટાની બેઠકો માટેની વાર્ષિક ફી અગાઉના રૂ. 3.30 લાખ પ્રતિ વર્ષ એટલે કે 66.66% થી વધારીને રૂ. 5.50 લાખ કરવામાં આવી છે. મેનેજમેન્ટ ક્વોટા ફી વાર્ષિક રૂ. 9 લાખથી વધારીને રૂ. 17 લાખ કરવામાં આવી છે અથવા 88.88 ટકા કરવામાં આવી છે. NRI ક્વોટાના વિદ્યાર્થીઓએ હવે વાર્ષિક 25,000 ડોલર ચૂકવવા પડશે જે અગાઉ  22,000 ડોલર હતી. NRI ક્વોટા ફીમાં 13.63%નો વધારો કરવામાં આવ્યો છે.


13 મેડિકલ કોલેજોમાં 2,100 મેડિકલ સીટો


રાજ્યમાં GMERS દ્વારા સંચાલિત 13 મેડિકલ કોલેજોમાં 2,100 મેડિકલ સીટો છે. નિયમો મુજબ, કુલ ઉપલબ્ધ બેઠકોમાંથી 75% રાજ્ય ક્વોટા તરીકે અનામત છે, 10% બેઠકો મેનેજમેન્ટ ક્વોટા માટે અને બાકીની 15% NRI ક્વોટા માટે અનામત છે.


સરકારી હોસ્પિટલોમાં એક વર્ષ માટે સેવા ફરજિયાત


સૂત્રોના જણાવ્યા પ્રમાણે  સરકારે સ્પષ્ટતા કરી નથી કે ફી વધારો 2023-24 શૈક્ષણિક વર્ષ માટે નક્કી કરવામાં આવ્યો છે તે 3-વર્ષની સાયકલ માટે અમલી રહેશે.સરકારે એમ પણ કહ્યું હતું કે રાજ્ય ક્વોટાની બેઠકો પર પ્રવેશ મેળવનાર અને અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે GMERS હોસ્પિટલોમાં એક વર્ષ માટે સેવા આપવી પડશે. જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જશે તો તેમણે સરકારને 2 લાખ રૂપિયા ચૂકવવા પડશે.જો કોઈ તબીબી વિદ્યાર્થી સરકારની યોજનાઓનો લાભ મેળવે તો તેને સરકારના તબીબી શિક્ષણ અને સંશોધન ગાંધીનગરના નિયમ મુજબ બોન્ડ લાગુ રહેશે.


સરકારનો વિરોધાભાસી નિર્ણય


તબીબી શિક્ષણ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે આ તીવ્ર ફી વધારો એ વિરોધાભાસી નિર્ણય છે કારણ કે રાજ્ય સરકારે રોગચાળાની પરિસ્થિતિને કારણે ખાનગી મેડિકલ કોલેજોને ફી ન વધારવા જણાવ્યું હતું જ્યારે બીજી તરફ તેણે સરકારી મેડિકલ કોલેજોની ફીમાં વધારો કર્યો છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?