2023માં ટ્રેડ આઉટલુક માટે વૈશ્વિક સ્તરે ઘટતો ગ્રોથ એક મોટો પડકાર: WTO ચીફ


  • Published By :
  • Published Date : 2023-01-20 14:28:01

વિશ્વભરમાં 2023નું વર્ષ ભયાનક મંદીનું રહેવાનું છે તેવું દુનિયાની તમામ આર્થિક સંસ્થાઓ અને રિસર્ચ એજન્સીઓનું અનુમાન છે, હવે તેમાં WTOના ડાયરેક્ટર જનરલ ગોઝી ઓકોન્જોનું પણ સમર્થન મળ્યું છે. તેમના મતે વર્ષ 2023માં ટ્રેડ આઉટલુક માટે વૈશ્વિક સ્તરે ઘટતો ગ્રોથ એક મોટો પડકાર છે. યુક્રેનમાં યુદ્ધ, કોવિડને લઇને ચિંતા તેમજ સપ્લાય ચેઇનમાં અડચણોએ અનેક દેશોને તેના વેપાર પ્રત્યેના અભિગમ તેમજ વૈશ્વિકીકરણના ભાવિ માટે ફરીથી વિચારવા માટે મજબૂર કર્યા છે.


WTOએ આપી ચેતવણી


વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશ (WTO)ને ચેતવણી આપી હતી કે વૈશ્વિક સ્તરે સાતત્યના અભાવથી વિશ્વ પર પ્રતિકૂળ અસર પડશે તેમજ તેને કારણે ઉભરતા અર્થતંત્રો પર વધુ અસર થશે. ટ્રેડ, ગ્રોથ અને ઇન્વેસ્ટમેન્ટ સેશન દરમિયાન બ્લેકરોકના ચેરમેન અને CEO લોરેન્સ ડિ ફિન્કે કહ્યું હતું કે USને મેક્સિકો મારફતે વિશેષ ફાયદો થવાની શક્યતા છે. મેક્સિકોના શિક્ષિત કામદાર વર્ગ, ઓછા વેતનનો ટ્રેન્ડ, રેલવે ટ્રાન્સપોર્ટ તેમજ પ્રો-બિઝનેસ પોલિટિકલ ક્લાઇમેટને કારણે સપ્લાય ચેઇનના રિકન્ફિગરેશનમાં અમેરિકાને મદદ મળી રહેશે. પરંતુ આ બદલાવથી માત્ર મેક્સિસોને લાભ નહીં થાય, પરંતુ તેની સાથે જ પૂર્વીય યુરોપ, તુર્કી, ઇન્ડોનેશિયા તેમજ સાઉથ ઇસ્ટ એશિયાના કેટલાક ભાગોને પણ ફાયદો થશે.અનેક દેશો ટ્રેડની પોલિસીમાં રાષ્ટ્રીય સુરક્ષાને વધુ પ્રાધાન્ય આપે છે ત્યારે ફ્રેન્ડ શોરિંગને કારણે આર્થિક વૃદ્ધિનો ફાયદો પણ અસમાન રીતે વહેંચાય તેવી શક્યતા છે. જ્યારે આપણે ફ્રેન્ડ શોરિંગની વાત કરીએ છીએ ત્યારે આફ્રિકા સિવાયના દેશોનો ઉલ્લેખ કરવામાં આવતો નથી.


ક્લાઇમેટ ચેન્જથી અમેરિકા અને યુરોપ ચિંતિત


અમેરિકા હવે ક્લાઇમેટ ચેન્જ અંગે પગલાં લઇ રહ્યું છે ત્યારે વિશ્વએ પણ તેને લઈ રાહતનો શ્વાસ લીધો છે. યુએસ લેજીસ્લેશનથી લઇને યુરોપિયન લીડર્સ કેટલાક અંશે ચિંતિત છે પરંતુ સકારાત્મક પગલાં યુરોપને કેટલાક ચોક્કસ ફાયદાઓ પર ફોકસ કરવાની તક પૂરી પાડે છે. જેમ કે રિસર્ચ સુવિધાઓ તેમજ પવન ઉર્જામાં લાંબા ગાળાના રોકાણથી યુરોપને વિકાસમાં પણ વધુ ફાયદો થશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?