ગીતા પ્રેસને વર્ષ 2021નું ગાંધી શાંતિ પુરસ્કારની જાહેરાત બાદ રાજકારણ ગરમાયું , કોંગ્રેસે સરકારના નિર્ણયનો વિરોધ કરતા, ભાજપે કર્યો વળતો પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-06-19 16:17:17

ધર્મ, સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિની પરંપરાની જાળવણીમાં મહત્વનું પ્રદાન કરનારા ગીતા પ્રેસને વર્ષ 2021નું ગાંધી શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ છે. જો કે આ જાહેરાત બાદ તેને લઈ રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ પાર્ટી ગીતા પ્રેસને શાંતિ પુરસ્કાર આપવાને લઈ વિરોધ કરી રહી છે. કોંગ્રેસના અગ્રણી નેતા જયરામ રમેશે કહ્યું ગીતા પ્રેસને શાંતિ પુરસ્કાર આપવા અંગે કહ્યું  કે આ તો સાવરકર અને ગોડસેને પુરસ્કૃત કરવા જેવું છે. આ અંગે આસામના સીએમ હિમંત બિસ્વા શર્માએ વળતો પ્રહાર કર્યો છે.  તેમણે કહ્યું કે કર્ણાટક ચુંટણીમાં જીત મળતા કોંગ્રેસ ઘમંડમાં આવીને ભારતીય સંસ્કૃતિ પર ખુલ્લા પ્રહારો કરી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગીતા પ્રેસને વર્ષ 2021નું ગાંધી શાંતિ પુરસ્કાર મળ્યું તેની પીએમ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભરપુર પ્રશંસા કરી છે અને પ્રેસના કાર્યને બિરદાવ્યું છે.


સમગ્ર મામલો શું છે?


ગાંધી શાંતિ પુરસ્કાર મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત આદર્શોને શ્રધ્ધાંજલિ અર્પવા માટે ભારત સરકાર દ્વારા સ્થાપિત એક વાર્ષિક પુરસ્કાર છે. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી જુરીની બેઠકમાં સર્વ સંમત્તીથી ગીતા પ્રેસ, ગોરખપુરને શાંતિ પુરસ્કારના રૂપમાં પસંદ કરવામાં આવી છે.


ગીતા પ્રેસને 100 વર્ષ પૂર્ણ


અત્રે ઉલ્લેખનિય છે કે આ વર્ષે જ ગીતા પ્રેસ ગોરખપુરની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા છે. તેની સ્થાપક રાજસ્થાનના ચુરૂના વતની જયદયાલજી (સેઠજી) ગીતા-પાઠ, પ્રવચનોમાં ખુબ જ રૂચી લેતા હતા. વેપારના કામ માટે તેમને અવારનવાર કોલકાતા જવાનું થતું હતું. ત્યાં તે દુકાનમાં પણ સત્સંગ કર્યા કરતા હતાં. ધીરે-ધીરે સત્સંગીઓની સંખ્યા એટલી વધી ગઈ કે જગ્યા પણ નાની પડવા લાગી. ત્યાર બાદ બિરલા પરિવારના એક ગોડાઉનને ભાડે લેવામાં આવ્યું, જેનું નામ ગોવિંદધામ રાખવામાં આવ્યું હતું. વિશ્વના સૌથી મોટા પ્રકાશકોમાંના એક ગીતા પ્રેસની સ્થાપના 1923માં થઈ હતી. કેન્દ્રીય મંત્રાલયના એક નિવેદન અનુસાર, તેણે 14 ભાષાઓમાં 41.7 કરોડ પુસ્તકો પ્રકાશિત કર્યા છે, જેમાં શ્રીમદ ભગવદ ગીતાના 116.2 કરોડ  પુસ્તકોનો સમાવેશ થાય છે.


કોંગ્રેસ શા માટે વિરોધ કરે છે?


કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે અક્ષય મુકુલ દ્વારા લખાયેલ 'ગીતા પ્રેસ એન્ડ ધ મેકિંગ ઓફ હિંદુ ઈન્ડિયા'નું કવર પેજ શેર કર્યું છે. તે સાથે જ દલીલ કરતાં કહ્યું કે આ પુસ્તક બહુ સારું જીવનચરિત્ર છે. તેમણે કહ્યું કે લેખકે મહાત્મા સાથેના સંગઠનના ખંડિત સંબંધો અને તેમની સાથે રાજકીય, ધાર્મિક અને સામાજિક એજન્ડા પર ચાલી રહેલી લડાઈઓને ઉજાગર કરી છે. ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર 2021 આપવો એ 'સાવરકર અને ગોડસેને પુરસ્કાર આપવા' સમાન છે. આ નિર્ણય હાસ્યાસ્પદ છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..