પાટડીના વડગામમાં બાળકીને સોયના ડામ અપાયા બાદ સારવાર દરમિયાન થયું મોત, ડામ આપનારી વૃધ્ધાની અટકાયત કરાઈ


  • Published By :
  • Published Date : 2023-08-09 22:16:15

હમણા થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરથી સમાચાર આવ્યા હતા કે 10 મહિનાની બાળકીને શરદી ઉધરસ અને તાવ આવ્યો હતો જેના કારણે પરિવાર તેને દવાખાને લઈ જવાની જગ્યાએ નજીકના સિકોતેર માતાજીના મંદિર લઈ ગયા હતા જ્યાં માસૂમ ફૂલના પેટ પર ગરમ સળિયાથી ડામ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદથી બાળકીની તબિયત બગડી હતી અને આજે 10 મહિનાની બાળકીનું નિધન થઈ ગયું છે. અંધશ્રદ્ધાના રસ્તાએ આજે ગુજરાતની એક બાળકીનો જીવ લઈ લીધો છે. 


દસાડા તાલુકાના વડગામમાં બની હતી ઘટના


સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વડગામમાં થોડા દિવસ પહેલા 10 મહિનાની દિકરીની તબીયત બગડી હતી. ત્યાં એ પ્રકારનું ચલણ છે કે જેવી કોઈની તબીયત બગડે કે માંદા પડે તો દવાખાને લઈ જવાની જગ્યાએ નજીકના સિકોતેર માતાજીના મંદિરે લઈ જવામાં આવે છે. તમે આ જે માજી જોઈ રહ્યા છો તે કોઈ સામાન્ય માજી નથી તે આ મંદિરના માતાજી છે જે ગામના લોકોને અને બીજા ગામડાથી માનતા લઈને આવતા લોકોના દુખ દૂર કરે છે, સામાન્ય રીતે બધા જ લોકોને અહીં તબીયત બગડે ત્યારે ડામ આપવામાં આવે છે અને તેમની તબિયત સારી પણ થઈ જાય છે. બાળકીની તબીયત બગડતા પરિવારે વિચાર્યું કે હોસ્પિટલ નથી લઈ જવી બાજુમાં માતાજીનું મંદિર છે તો ત્યાં લઈ જઈએ અને ડામ અપાવી આવીએ જેથી બાળકીની તબીયત સારી થઈ જાય. જો કે જ્યારે શ્રદ્ધા અતિ થઈ જાય ત્યારે એ અંધશ્રદ્ધા થઈ જાય છે, આ કેસમાં પણ આવું જ થયું હતુ. 10 મહિનાની માસૂમ બાળકીના પેટના ભાગે આગમાં ધગધગતી સોયાના ડામ આપ્યા હતા.


અંધશ્રધ્ધામાં અંધ બન્યો પરિવાર


અંધશ્રધ્ધામાં અંધ બનેલો પરિવાર દીકરીને માતાજીના મંદિરે લઈ ગયો અને ત્યાં તેને ધગધગતા સોઈના પેટના ભાગે ડામ આપવામાં આવ્યા. પરિવારને એમ કે ડામ દઈ દેવામાં આવ્યા છે તો હવે તબીયત સુધરી જશે પણ એવું ન થયું. દીકરીની તબીયત વધારેને વધારે બગડતી ગઈ. અંતે દીકરીને બચાવવા પરિવાર રાજકોટની હોસ્પિટલ લઈ ગયું જ્યાં તેની સારવાર કરવામાં આવી. ઘણા દિવસોથી 10 મહિનાના માસુમ ફૂલની સારવાર ચાલી રહી હતી. ડોક્ટર પણ પ્રયાસ કરી રહ્યા હતા કે બાળકીને બચાવી લેવામાં આવે પણ અફસોસ અંધશ્રદ્ધા આગળ 21મી સદીના ડોક્ટર પણ હારી ગયા અને નાની દીકરીનું આજે નિધન થઈ ગયું છે. નાની બાળકીનું નિધન થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.


ડામ આપનારી વૃધ્ધાની અટકાયત 


આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બાળકીની સારવાર ચાલુ હતી તે દરમિયાન આજે તેનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે. શકરી નામની મહિલાએ બાળકીને ડામ આપ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. વડગામના 80 વર્ષના માજીએ સિકોતરમાંના મંદિરે પેટ પર ગરમ સોયના 3 ડામ આપ્યા બાદ તબિયત લથડતા રાજકોટ હોસ્પિટલ ખસેડાઈ હતી. મામલે દસાડા પોલીસ દ્વારા વૃદ્ધાની અટકાયત કરાઈ હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.