અંધશ્રદ્ધામાં ગીર સોમનાથની બાળકીની હત્યા તેના પિતા-મોટાબાપુજીએ જ કરી હતી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 16:44:49

તાલાલામાં તાત્રિક વિધિએ 14 વર્ષની બાળકીનો ભોગ લીધો?

રૂપિયા મેળવવાના લાલચે પિતાએ દીકરી પર કરી હતી વિધિ?

બાળકીનું મોત થયા બાદ તેને જીવતી કરવા પ્રયાસ કરાયા હતા!

પોલીસે પુરવા ફોરેન્સિક તપાસ માટે મોકલીને પૂછપરછ શરુ કરી.

14 વર્ષની દીકરીને વિધિના નામે તેના બાપ ભાવેશે ભારે યાતનાઓ આપી

દીકરીની સામે જ તેના કપડાંનો ઢગલો સળગાવી દીધો હતો અને ટોર્ચર કરી

બાપે ધૈર્યાને શેરડીના ખેતર વચ્ચે બાંધી દઈને પાણી-ખોરાક નહોતા આપ્યા


પિતા અને મોટાબાપુજી પોલીસના સકંજામાં 


21મી સદીના ટેક્નોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિઓ લોકોના ભોગ લઈ રહી છે. ગીર સોમનાથના તાલાલામાં બનેલી ઘટનામાં પિતાએ દીકરી પર કરેલી તાંત્રિક વિધિ દરમિયાન 14 વર્ષની માસૂમનું મોત થયું હોવાની કથિત ઘટના સામે આવી છે. નવરાત્રીની આઠમ દરમિયાન બનેલી ઘટના અંગે પોલીસને 12 ઓક્ટો જાણ થતાં પુરાવા એકઠા કરીને તથા પિતા અને પરિવારના સભ્યોની પૂછપરછ કરીને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ આ મામલે કેટલાક પુરાવા ફોરેન્સિક તપાસ માટે પણ મોકલ્યા છે.


તાલાલામાં તાંત્રિક વિધિએ 14 વર્ષની બાળકીનો ભોગ લીધો? પોલીસ કરી રહી છે તપાસ


ગીર સોમનાથના તાલાલા તાલુકામાં 14 વર્ષની બાળકી પર તાત્રિક વિધિ કરીને હત્યા કરવામાં આવી હોવાની કથિત ઘટના સામે આવી છે. બાળકી ધૈયાના પિતા ભાવેશ ગોપાલ અકબરીની માનસિક વિકૃતિએ પુત્રીનો ભોગ લીધો હોવાની શંકાએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સુરતમાં ધંધો કરતા ભાવેશ અકબરીની પુત્રીનું આઠમા નોરતે તાંત્રિક વિધિ દરમિયાન મોત થયું હોવાની ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસે બનાવના સ્થળ પરથી કુંકુ-ચૂંદડી સહિતની સામગ્રી કબજે લઈને તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે પૂછપરછ કરતા બાળકીના પિતા ભાવેશે બીમારી સહિતના ગોળ-ગોળ જવાબ આપવામાં આવી રહ્યા છે. આ કેસમાં હવન અષ્ટમીએ બાળકીની બલી ચઢાવવામાં આવી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.


ગઇકાલે પોલીસે ઘટના સ્થળની તપાસ કરી હતી


14 વર્ષની છોકરીને 2 કલાક સુધી તાપણાની નજીક ઉભી રાખવામાં આવી હતી અને તેના પર શારીરિક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 12 તારીખે આ મામલે પોલીસને જાણ થતા તપાસ શરુ કરવામાં આવી છે.


મળતી વિગતો પ્રમાણે ગીર સોમનાથના તાલાલા ના ધાવાગીર ગામની વાડીમાં અંધશ્રદ્ધાની આડમાં 14 વર્ષની માસૂમ દીકરીનો ભાવેશે ભોગ લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બાળકીનું તાત્રિક વિધિ ધરમિયાન મોત થયા પછી તેના મૃતદેહને ચાર દિવસ સુધી ગોદડામાં લપેટેલો રાખીને તેને જીવતી કરવાના પ્રયાસ પણ મૃતકના પિતા ભાવેશ દ્વારા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ધાવાગીર ગામની વાડીમાં બનેલી આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તપાસ શરુ કરી છે. જોકે, હજુ સુધી હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને ઘણાં સવાલો ઉભા થઈ રહ્યા છે.


ધોરણ-9માં અભ્યાસ કરતી 14 વર્ષની ધૈયા પર તાંત્રિક વિધિ કરીને તેની બલિ ચઢાવવામાં આવી છે કે તે અંગે તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસ જણાવી રહી છે. ધૈયાના પિતાને આ મામલે પૂછપરછ કરવામાં આવી તો તેણે અટપટા જવાબો આપ્યા છે, હવે પોલીસ આ મામલે પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ કરીને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટેના પ્રયાસ કરી રહી છે.


આ મામલે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, એવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે માસૂમના પિતાએ કોઈને જાણ કર્યા વગર રાત્રે બે વાગ્યે દીકરીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. આ કેસમાં તાંત્રિક વિધિ અંગે બાળકીના પિતા ભાવેશ અકબરી તથા પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસને આ કેસમાં કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી પરંતુ ઘટના શંકાસ્પદ લાગી રહી છે. આ કેસમાં ફોરેન્સિક પરીક્ષણ બાદ જ બલિ ચઢાવાઈ છે કે કેમ તે અંગેની હકીકત બહાર આવશે.


બાળકીની હત્યા માટે જવાબદાર કોણ?


નવરાત્રીના પવિત્ર દિવસોમાં જ્યાં સ્ત્રીને માતાનું સ્વરૂપ માનીને પૂજવામાં આવે છે ત્યારે કથિત વિકૃત માનસત ધરાવતા પિતાએ કરેલી કરતૂત અંગે લોકો ભારે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. પોલીસ પણ આ કેસના મૂળ સુધી પહોંચવા માટેના પ્રયાસો કરી રહી છે. પુરાવા એકઠા કરીને તેને એફએસએલમાં મોકલવા સહિત અલગ-અલગ રીતે તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે મૃતક બાળકીના પરિવારના પાંચ જેટલા સભ્યોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. ધન પ્રાપ્તિ માટે દીકરી પર તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાના મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે અને તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?