ગીર સોમનાથના આમ આદમી પાર્ટીના કાર્યકર ભગુ વાળાએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હોય તેવી ફરિયાદ ગીર સોમનાથ પોલીસ મથકમાં નોંધાઈ છે. મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે ભગુ વાળાએ મને હિરોઈન બનાવવાની લાલચના જોરે મારી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આમ શરીર સુખ માણી તેમણે મને કોઈ લાભો આપ્યા ન હતા અને આથી મારી સાથે અન્યાય થયો છે.
કોણ છે ભગુ વાળા?
લાંબા સમયથી ભગુ વાળા કોંગ્રેસમાં હતા. ભગુ વાળાએ તાજેતરમાં જ કોંગ્રેસ છોડી AAPનો ખેસ ધારણ કર્યો છે. ભગુવાળા વિશ્વાસ ટેલી ફિલ્મસના માલિક છે અને તેઓ ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ભગુ વાળા સોમનાથ જિલ્લામાં કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ રહી ચુક્યા છે.
AAP કાર્યકર ભગુ વાળાની ફાઇલ તસવીર

કેવી રીતે બની સમગ્ર ઘટના
વેરાવળના રાજેન્દ્રભૂવન રોડ પર આવેલી ઓફિસ અને વિશ્વાસ ટેલી ફિલ્મના માલિક ભગુ વાળાએ બહારથી મોડેલિંગ કરવા માટે છોકરી બોલાવી હતી. તેમણે તેને લલચાવી ફોસલાવી ભાડે રાખેલ રૂમમાં શારીરિક સંબંધો બાંધ્યા હતા. ગીર સોમનાથ પોલીસને સમગ્ર મામલે રાત્રે 11 વાગ્યે જાણ થતાં પોલીસે તેમની સામે કલમ 367 મુજબ ગુન્હો નોંધી આગળની તાપસ હાથ ધરી હતી.
વિશ્વાસ ટેલીફિલ્મના માલિક છે ભગુ વાળા

પીડીતાએ ભગુ વાળા પર શું આક્ષેપો કર્યા?
પીડીતાએ કહ્યું કે પૈસા કમાવી આપીશ, ફેમસ કરી આપીશ તને એમ કહી મને અહીં બોલાવી. ત્યાર બાદ ભાડે રાખેલ રુમમાં લઇ જઈ મારી સાથે મરજી વિરુદ્ધ જબરદસ્તી કરી છે. ઘટનાની જાણ થતા પોલીસે રાત્રે તપાસ હાથ ધરી હતી. પીડિતાને મેડિકલ ચેકઅપ માટે તાત્કાલિક ખસેડાઇ હતી અને પોલીસે ઘટના સ્થળની તપાસ કરી હતી.

ભગુ વાળા વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા હતા અને ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ તરીકે કામગીરી કરી ચુક્યા છે. તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપી AAPમાં જોડાયા હતા અને વિશ્વાસ ટેલીફિલ્મના માલિક છે. આ બનાવ બનતા ગીર સોમનાથના રાજકીય ક્ષેત્રે ભારે ખળભળાટ મચ્યો છે.