દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ફરવાના શોખીન એવા ગુજરાતીઓ માટે ગીર અભયારણ્ય ખોલી દેવામાં આવ્યું છે. સાસણ ગીરનું અભિયારણ ચાર મહિના બાદ ફરી એક વખત પ્રવાસીયો માટે ખુલ્લું મૂકાયું છે. સિંહોને જોવા માટે અનેક લોકો અભયારણ્યની મુલાકાત લેતા હોય છે. તેને કારણે ગીરમાં પ્રવાસીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. 4 મહિના માટે અભયારણ્ય બંધ રાખવામાં આવ્યું હતું . પરંતુ સિંહની રજાઓ પૂર્ણ થતા અભયારણ્ય ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે.
હમણાંથી લોકો કરાવી રહ્યા છે એડવાન્સ બુકિંગ
એશિયાટિક સિંહને જોવા અનેક લોકો ગીર અભયારણ્યની મુલાકાત લેતા હોય છે. તેમાં પણ હવે દિવાળી વેકેશન શરૂ થઈ રહ્યું છે તેવામાં આ સ્થળ પર લોકોનો ઘસારો વધારે જોવા મળશે. દિવાળીને કારણે હમણાંથી લોકો એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. વનવિભાગ પણ પ્રવાસીઓને અગવડ ના પડે તે માટે તૈયારીઓ કરી રહ્યું છે.
4 મહિના માટે બંધ હોય છે અભયારણ્ય
ચોમાસાના 4 મહિના દરમિયાન આ અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. આટલા મહિના બાદ અભયારણ્ય ખુલતા અભયારણ્યની મુલાકાત લેવા લોકો તલપાપડ થઈ રહ્યા છે. વેકેશન હોવાને કારણે બાળકોમાં પણ સિંહ જોવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.