અંબાજી: પ્રસાદના ઘીમાં ભેળસેળ મામલે કોંગ્રેસનો સરકારને આકરો સવાલ, 'મોહિની કેટરર્સ પર કયા મંત્રીના આશીર્વાદ?'


  • Published By :
  • Published Date : 2023-10-03 22:57:28

રાજ્યના જાણીતા યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં આવેલા મા અંબાના મંદિરમાં મળતા મોહનથાળના પ્રસાદને લઈને વિવાદ વકર્યો છે. તાજેતરમાં જ સંપન્ન થયેલા ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોએ મા અંબાના દર્શન કરીને મોહનથાળનો પ્રસાદ લીધો હતો, જો કે આ પ્રસાદના સેમ્પલ ફેઇલ થયા છે. ફૂડ વિભાગ દ્વારા અંબાજીમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલ ફેઇલ થયા છે. હવે આ સમગ્ર મામલે કોંગ્રેસે સરકારને નિશાન બનાવીને આકરા પ્રહારો કર્યા છે. ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન પ્રસાદી માટે શ્રધ્ધાળુંઓને આપવામાં આવેલો મોહનથાળનો પ્રસાદ મે. મોહિની કેટરર્સે તૈયાર કર્યો હતો. ફૂડ વિભાગ દ્વારા મોહનથાળ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ફેલ થઈ ગયા છે ત્યારે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે સરકાર પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, અંબાજી મંદિરમાં લાખો ભક્તોની આસ્થા સાથે ચેડા થઈ રહ્યાં છે. અંબાજી મંદિરનો વહીવટ સરકાર હસ્તક છે. અંબાજી મંદિરના વહીવટદારોએ આ પોલંપોલ ચાલવા દીધી, તે ગુનાહિત બેદરકારી છે. ઉલ્લેખનિય છે કે મે. મોહિની કેટરર્સની તપાસ કરીને રૂ. 8 લાખની કિંમતનો 2820 કિલો ભેળસેળ યુક્ત ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. 


મોહિની કેટરર્સ સાથે સરકારની છે સાંઠગાંઠ?


કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ગુજરાત સરકારનો ઉધડો લેતા કહ્યું કે જે મોહિની કેટરર્સના ઘીમાં ભેળસેળ ઝડપાઈ છે, તેની પાસે તેની પાસે IRCTC અને ગુજરાત ભવનમાં કોન્ટ્રાક્ટ છે. કયા નેતા અને મંત્રીના આ મોહિની કેટરર્સ પર આશીર્વાદ છે?. અગાઉ કોંગ્રેસ અને ભાવિક ભક્તોના વિરોધના કારણે ચિક્કીનો પ્રસાદ તેમજ VIP દર્શનના નિર્ણયને વહીવટી તંત્ર દ્વારા પરત ખેંચવાની ફરજ પડી હતી. કોંગ્રેસ દ્વારા તાત્કાલિક કેટરર્સને સસ્પેન્ડ કરીને તેના માલિકની ધરપકડ કરવાની માંગ કરવામાં આવે છે.


શું છે સમગ્ર મામલો


શક્તિપીઠ અંબાજીના ભાદરવી પૂનમના મેળા દરમિયાન ભાવી ભક્તોને ગુણવત્તાયક્ત પ્રસાદ મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બનાસકાંઠા વર્તુળ કચેરી દ્વારા મે. મોહિની કેટરર્સની રૂબરૂ મુલાકાત લઇ તપાસ કરી હતી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રસાદી બનાવવાનો કોન્ટ્રકટ મે. મોહિની કેટરર્સને આપવામાં આવ્યો હતો. આ તપાસ દરમ્યાન પ્રસાદીમાં બનાવવા ઉપયોગમાં લેવાનાર ખાદ્ય ઘી પર શંકા જણાતા તેનું સ્થળ પર જ મોબાઈલ ફૂડ ટેસ્ટીંગ વાનમાં પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે યોગ્ય ન જણાતા રૂ. 8 લાખની કિંમતનો 2820 કિ.ગ્રા ઘીનો ભેળશેળવાળો જથ્થો તા.28મી ઑગસ્ટના રોજ જપ્ત કરવામાં આવ્યો છે.આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મે. મોહીની કેટરર્સના જવાબદાર આલોક અમરસિંહ ઝઝારીયા પાસેથી ભાદરવી પૂનમના મેળા પૂર્વે ઘીના 2 લીગલ નમૂનાઓ લેવાયા હતા. આ બંને નમૂના અમૂલ ઘીના નામે ભળતા મે. મોહીની કેટરર્સ દ્વારા લોભ લાલચમાં આવીને ખરીદ કરવામાં આવ્યું હતું. આ ઘી ઉપયોગમાં ન લેવાય તે માટે તમામ જથ્થો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જપ્ત કરાયો છે. આ બાબતની અંબાજી મંદિરના ટ્રસ્ટને તાત્કાલિક ધ્યાન દોરતા ટ્રસ્ટ દ્વારા બનાસ ડેરીમાંથી પ્રસાદી માટેનું શુદ્ધ ઘી પૂરું પાડવામાં આવ્યું હતું.આ તપાસ દરમિયાન અંદાજે રૂ. 8 લાખની કિંમતના 15 કિગ્રાના કુલ 188 ટીનમાંથી 2820 કિલોગ્રામ ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો હતો અને પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ ખાદ્ય ઘી બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ “સબ સ્ટાન્ડર્ડ” આવતા મે. મોહિની કેટરર્સના જવાબદાર વ્યક્તિ સામે કોર્ટ કાર્યવાહી ચાલુમ છે. ઉલ્લેખનિય છે કે જે સેમ્પલ ફેઇલ થયા તે મોહનથાળ મોહિની કેટરર્સ અંબાજી મંદિરના મોહનથાળનો પ્રસાદ બનાવે છે. પ્રસાદ તૈયાર કરનાર મોહિની કેટરર્સ પર ગંભીર આરોપ લાગ્યા છે. મોહનથાળના પ્રસાદમાં વપરાયેલા ઘી પર સવાલો ઉઠ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?