ડમીકાંડ મામલે રોજ રોજ નવા અપડેટ આવી રહ્યા છે. પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવા મામલે ભાવનગર પોલીસની ટીમ કડક પગલા લઈ રહી છે. આ મામલો હજી શાંત નથી થયો ત્યારે યુવરાજસિંહ પર આક્ષેપો લાગ્યા હતા. બિપીન ત્રિવેદીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ પર પૈસા લગાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે બાદ યુવરાજસિંહને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પોલીસ સમક્ષ હાજર થયા બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેમાં યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરાયો હતો. ત્યારે ઘનશ્યામ લાંધવા વિરૂદ્ધ શિક્ષણ અધિકારીએ પગલા લીધા છે. ડમીકાંડના આરોપી ઘનશ્યામ લાંધવાને શિક્ષકની ફરજમાંથી સસ્પેન્ડ કરાયો છે.
ઘનશ્યામ લાધવાને કરાયા સસ્પેન્ડ!
થોડા સમય પહેલા યુવરાજસિંહે મોટા ઘટસ્ફોટ કર્યા હતા. સ્પાર્ધત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવાની વાતનો ખુલાસો યુવરાજસિંહે કર્યો હતો. જે બાદ ભાવનગર પોલીસે આ મામલે 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર કરવામાં આવી હતી. યુવરાજસિંહ પર પૈસા લેવાના આરોપ બિપીન ત્રિવેદી નામના વ્યક્તિએ લગાવ્યા હતા. ત્યારે યુવરાજસિંહને હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. લાંબી પૂછપરછ બાદ તેમની વિરૂદ્ધ કેસ દાખલ થયો અને જે બાદ મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં યુવરાજસિંહ, યુવરાજસિંહના બે સાળા, બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા સહિત રાજુ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઘનશ્યામ લાંધવા વિરૂદ્ધ શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે. મળતી માહિતી અનુસાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ઘનશ્યામ લાધવાને સસ્પેન્ડ કરી દીધો છે.
યુવરાજસિંહના સાળાના બદલાયા બોલ!
યુવરાજસિંહના બે સાળાની પોલીસે ધરપકડ કરી લીધી છે. કાનભા ગોહિલ સુરતથી ઝડપાયા હતા જ્યારે શિવભા ગોહિલે સામે ચાલીને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. પોલીસે સાળાઓ પાસેથી લાખો રુપિયા પણ રિકવર કરી લીધા હતા. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા શિવભાના બોલ અલગ હતા. તે વખતે કહેતા હતા કે પૈસાની લેતી દેતી થઈ નથી પરંતુ પોલીસની કસ્ટડીમાં આવ્યા બાદ તેમના બોલ બદલાયેલા દેખાયા હતા. બીજા દિવસે તેમણે કહ્યું કાયદેસર રીતે આગળ વધીશું.