GETCO : પોતાની ભૂલની ફરીથી પરીક્ષા અને છોકરાઓને કહે છે ઉંમર પૂરી થઈ ગઈ!Viral Audio અને Yuvrajsinhની પ્રતિક્રિયા પણ સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-26 16:34:36

ગુજરાતમાં થોડા દિવસ પહેલા જેટકોના પરીક્ષાર્થી વિરોધ કરી રહ્યા હતા. વડોદરામાં આવેલી જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ઘેરાવો કર્યો હતો. આખી રાત ઓફિસની બહાર બેઠા અને તે બાદ જેટકોના એમડી સાથે વાત કરી હતી અને એવા નિર્ણય પર પહોંચ્યા હતા કે માત્ર પોલ એકઝામ આપવાની રહેશે. વાતનો સ્વીકાર પણ થયો અને વિરોધ પૂર્ણ થઈ ગયો. પોલ એક્ઝામ માટે તૈયાર થયા ત્યારે તેમની સાથે હડહડતો અન્યાય થયો છે તેવી વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી કારણ કે અનેક ઉમેદવારો એવા છે જેમની વય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. વય મર્યાદામાં ન હોવાને કારણે અનેક ઉમેદવારો આ પરીક્ષાથી વંચિત રહી જશે.

પરીક્ષાર્થીઓએ કર્યો હતો જેટકો ઓફિસનો ઘેરાવો 

અનેક પરીક્ષાઓ એવી હોય છે જે રદ્દ થઈ છે કારણ કે પરીક્ષાઓમાં ગેરરીતિ થતી હોય છે. આપણી સામે અનેક એવા ઉદારણો છે જેમાં પરીક્ષાઓ રદ્દ એટલા માટે થાય છે કારણ કે કોઈ વખત પેપર ફૂટી જાય છે તો કોઈ વખત પરીક્ષામાં ગેરરીતિ થાય છે. ન માત્ર પરીક્ષાઓ પરંતુ અનેક ભરતીઓ પણ આને કારણે રદ્દ થતી હોય છે. ત્યારે થોડા સમય પહેલા જેટકોની ભરતી રદ્દ થઈ કારણ કે પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી. તે આખી ઘટના આપણે જાણીએ છીએ. 

   

યુવરાજસિંહે પૂછ્યા અનેક સવાલ 

વડોદરા જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓએ ધરણા કર્યા હતા. ઠંડીમાં પણ તેઓ ઓફિસની બહાર અડીખમ બેઠા રહ્યા. વિરોધ વધે તે પહેલા પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી, પરીક્ષા નહીં આપે તેવી વાત પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવી. જેટકો મામલો શાંત થયો એવું લાગ્યું ત્યારે તો એક સમાચાર એવા આવ્યા કે અનેક પરીક્ષાર્થીઓ આ ભરતી માટે લાયક નથી કારણ કે જે વય મર્યાદા હોય તે તેમાં ફિટ નથી બેસતા. એક ઓડિયો ક્લીપ આવી વાતચીતનો વાયરલ થયો છે. ઉમેદવારનો પોતાની ઉંમર વધે એમાં શું એનું નિયંત્રણ હોય? જે પરીક્ષા રદ્દ થઈ છે તે રદ્દ થવા પાછળનું કારણ જાણીએ છીએ. પોલ ટેસ્ટમાં ક્ષતિ ઉમેદવારોને કારણે નહીં પરંતુ અધિકારીની અણઆવડતને કારણે થઈ છે.

અધિકારીઓના ભૂલની સજા ભોગવે છે પરીક્ષાર્થીઓ 

મહત્વનું છે કે આજસુધી જે પરીક્ષાઓ ગુજરાતમાં રદ્દ થઈ છે તે મુખ્યત્વે અધિકારીઓના પાપે રદ્દ થઈ છે. આ તો એવી સ્થિતિ સર્જાઈ કે પાપ કરે કોઈ અને ભોગવે કોઈએ.. ક્યાં સુધી કોઈ અધિકારીના ભૂલની સજા સામાન્ય પરીક્ષાર્થી ભોગવે? શું સરકાર મીઠા ઝાડના મૂળિયા નથી કાપી રહી? 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?