GETCO : પરીક્ષાર્થીઓએ આપવી પડશે માત્ર આ પરીક્ષા, Yuvrajsinhએ કહ્યું આ જીત ઉમેદવારો ની એકતાની છે, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-28 10:47:50

લોકશાહીમાં અવાજ ઉઠાવીને પોતાના અધિકાર માટે લડવું કેમ જરૂરી છે એનું ઉદાહરણ છે જેટકોનું આંદોલન. જેટકો દ્વારા એક જાણકારી આપવામાં આવી છે, જેટકો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈ જેટકોના પરીક્ષાર્થીઓમાં આનંદ છવાઈ ગયો છે. જાહેરાત જેમાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે જે ઉમેદવારો એ 9-9-23એ લેવાયેલી લેખિત પરીક્ષા આપી છે તો એ લોકોને ફરી લેખિત પરીક્ષા નહીં આપવી પડે. જે પોલ ટેસ્ટમાં ગેરરીતિની આશંકા હતી એ પોલ ટેસ્ટ તો આજે લેવાવાનો છે.

જેટકો દ્વારા કરવામાં આવી નવી જાહેરાત  

જેટકોના પરીક્ષાર્થીઓએ વડોદરા ખાતે વિરોધ કર્યો હતો. પરીક્ષામાં ગેરરીતિ થતા પરીક્ષાને રદ્દ કરવામાં આવી હતી. જેનો વિરોધ પરીક્ષાર્થીઓએ કર્યો હતો. આખી રાત જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ સાથે રહ્યા હતા. કડકડતી ઠંડીમાં પણ જેટકોના પરીક્ષાર્થીઓ પોતાની માગ સાથે અડગ હતા. તે બાદ એમડી સાથે મિટીંગ થઈ અને પરીક્ષાર્થીઓએ આંદોલન સમેટી લીધું. જે નવી જાહેરાત કરવામાં આવી છે તે એ પરીક્ષાર્થીઓની જીત છે જે આંદોલન કરી રહ્યા હતા.   


યુવરાજસિંહએ આપી પ્રતિક્રિયા 

જેટલા પણ ઉમેદવારો વડોદરામાં વિરોધ કરી રહ્યા હતા આખે આખી રાત રસ્તા પર બેઠા હતા એ બધાની આજે જીત થઈ છે. આ લોકો ચૂપ રહ્યા હોત અન્યાય સામે તો સૌથી પહેલો ભોગ એમનો લેવાતો. જો ક્યાંય પણ ખોટું થઈ રહ્યું છે તો એ તમારું કર્તવ્ય છે કે અવાજ ઉઠાવો નહીં તો તમારો અવાજ દબાવવામાં આવશે. તમારા સપનાઓ કચડવામાં આવશે જો તમે અવાજ નહીં ઉપાડો તો આ આંદોલનમાં સૌથી વધારે ફાળો યુવાનેતા યુવરાજસિંહનો પણ રહ્યો છે. એ પણ યુવાનો સાથે આંદોલન કરવા પહોંચ્યા હતા તો આ નિર્ણયથી એ સંતુષ્ટ છે કે નહિ તે અંગેની તેમણે પ્રતિક્રિયા આપી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?