કૂતરું કરડે તો રસી લઈ લેજો રસી ના લેતા 21 વર્ષીય મહિલાનું મોત


  • Published By :
  • Published Date : 2023-10-05 17:38:46

ફોટો આરોગ્ય અધિકારીનો છે

કૂતરું કરડયા બાદ હડકવાની રસી નહિ લેવાનું જીવલેણ સાબિત થાય છે  જેનો ઉદાહરણ મહેસાણાથી સામે આવ્યું છે મહેસાણામાં રસી ન લેવાના કારણે 21 વર્ષીય પરિણીતાનું મોત થયું છે

મહેસાણા તાલુકાના ભાકડિયા ગામની 21 વર્ષીય મહિલાનો પ્રસૂતિના 24 કલાક બાદ મૃત્યુ થયું છે ડૉક્ટરોના રિપોર્ટ પ્રમાણે પ્રસૂતિ બાદ આ મહિલાને હડકવા ઉપડ્યો હતો જેના કારણે આ મહિલાની મોત થયું હોવાનું સામે આવ્યું છે 


એક વર્ષ પહેલાં કૂતરું કરડ્યું હતું

મહેસાણાના નાગલપુરમાં એક વર્ષ પહેલાં પિયરમાં આવેલી મહિલાને કૂતરું કરડ્યું હતું પંરતુ ઇન્જેક્શન લેવાના ડરથી આ મહિલાએ રસી લીધી નહોતી જેના કારણે આ મહિલાને હડકવા ઉપડ્યો હતો ઉલ્લેખનીય છે કે હડકવાની અસર બાદ તેની અસરકાર કોઈ દવા હોતી નથી 

નાગલપુર વિસ્તારમાં કૂતરું કરડ્યું હોવાની જાણ આરોગ્ય વિભાગને થતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું આરોગ્ય વિભાગે આ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરી હતી વિસ્તારમાં જો કોઈને કૂતરું કરડ્યું હોય તેને તાત્કાલિક અસરથી રસી આપવાની તજવીજ હાથ ધરી છે



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...