ગુજરાતમાં વધતું ઠંડીનું જોર, કડકડતી ઠંડીનો અનુભવ કરવા થઈ જાઓ તૈયાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-05 16:23:31

દેશભરમાં ઠંડીનુ જોર વધી રહ્યું છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. દિલ્હી, ઉત્રપ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં ઠંડી અનુભવાઈ રહી છે.


નલિયામાં નોંધાયું સૌથી ઓછું તાપમાન 

ડિસેમ્બરના અંતિમ સપ્તાહથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય દરેક જગ્યા પર ઠંડી અનુભવાઈ રહી છે. કડકડતી ઠંડીને કારણે લોકો સ્વેટર પહેરતા દેખાઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆતથી જ કડકડતી ઠંડીનો અહેસાસ રાજ્યમાં થવા લાગ્યો હતો. ત્યારે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અનેક શહેરોમાં તાપમાન 10 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. 


ઠંડો પવન ફૂંકાતા શીતલહેરનો અનુભવ 

ઠંડીની સાથે સાથે ઠંડી પવનના સુસવાટા પણ દિવસભર અનુભવાયા હતા. જેને કારણે વધારે ઠંડી લાગતી હતી. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો મહેસૂસ થયો હતો. દિવસભર ભારે પવન વહેવાને કારણે ઠંડી સહન કરવાનો વારો આવ્યો હતો. અમદાવાદની સાથે સાથે ઉત્તરગુજરાતમાં પણ શીતલહેરનો અનુભવ થયો હતો. બનાસકાંઠામાં પણ તાપમાન ગગડી રહ્યું હતું. કચ્છ-સૌરાષ્ટ્રમાં તો ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે. નલિયામાં તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું. 


માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં પહોંચ્યું 

શિયાળાના સમયે ઠંડીની મજા માણવા લોકો માઉન્ટ આબુ અથવા તો હિલ-સ્ટેશનની મુલાકાત લેતા હોય છે. ત્યારે માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યાં તાપમાન માઈનસમાં નોંધાયું હતું. જેને કારણે અનેક સ્થળો પર બરફ પણ જામેલો દેખાતો હતો. ભલે આ વખતે ઠંડી મોડી પડી પરંતુ કડકડતી પડી રહી છે. આવનાર દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી રહી છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...