આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે નાનપણમાં ટીવી પર આવતી ખીચડી સિરિયલ જોઈ હશે. દર્શકોને ખૂબ પસંદ આવી હતી. ખીચડી સિરિયલમાંથી ફિલ્મ બની અને હવે એ ફિલ્મનું સિક્વલ આવી રહ્યું છે. જો તમે એકના એક ફિલ્મોના મીમ મોકલીને થાકી ગયા હોવ તો કદાચ નવા મીમ માટેના ટેમ્પ્લેટ્સ મળશે, કારણકે એક ગજબની ક્રેઝી ફેમેલી ફરીથી ફિલ્મી પડદે દેખાવા જઈ રહી છે, એ ફેમેલી એટલે પ્રફ્ફુલ, હંસા, જયશ્રી, બાપુજી અને હિમાંશુ નામના અસામાન્ય કેરેકટરની ''ખીચડી'' જયારે TV સિરિયલ પરથી 2010માં આજ નામે ફિલ્મ બની ત્યારે જૂની યાદો તાજા કરાવી મજ્જા પાડી હતી તેના 13 વર્ષ બાદ ફરી દિવાળીમાં આ ફિલ્મ જોવા મળશે.
ખીચડી-2 ફિલ્મનું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ
2010માં ખીચડી ફિલ્મ આવી હતી. ત્યારે આટલા વર્ષો બાદ ફિલ્મની સિક્વલ એટલે કે ખીચડી-2 આવી રહી છે. આ ફિલ્મની સાથે હંસા અને પ્રફુલ ફરી ધૂમ મચાવશે. હંસા ફરી એક વખત અનેક વખત થાકી જશે વગેરે વગેરે.... આ ફિલ્મને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. ત્યારે આજે જ આ ફિલ્મનું એટલે કે ખીચડી-2નું ટ્રીઝર રીલિઝ થયું છે જેમાં આખી ફેમેલી એક મિશન પર નીકળી છે 'મિશન પંથુકિસ્તાન' હવે આ પંથુકિસ્તાન ક્યાં છે ત્યાં જય ને શું કરશે તે બધું ખબર નથી પણ ટ્રીઝરમાં લોકોને માજા પડી રહી છે. ખીચડી-2માં જુના તમામ કેકરેક્ટરો જોવા મળશે જ પણ ખિચડીમાં ઘી જેવો એક ગુજરાતી એક્ટર પણ જોવા મળશે, કોણ છે એ કલાકાર? ટ્રિઝરમાં જોઈ લો.
17 નવેમ્બરે ફિલ્મ થવાની છે રિલીઝ
આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક, જમનદાસ મજેઠિયા, અનંગ દેસાઈ અને રાજીવ મહેતા જોવા મળશે. આ ફિલ્મમાં ફરી એક વખત હંસા અને બાપુજી વચ્ચે નોકજોક જોવા મળશે. હવે વખાણેલી ખીચડી દાઢે વળગશે કે પેટ પકડીને હસાવશે તે જાણવા, 17 નવેમ્બરે જયારે ફિલ્મ રિલીઝ થશે ત્યારે જ ખબર પડશે.