કડકડતી ઠંડી માટે થઈ જાવ તૈયાર, ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગગડશે તાપમાનનો પારો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-23 09:19:13

દેશના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉત્તર ભારત તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે. વધતી ઠંડીને કારણે ધુમ્મસ જેવું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ધુમ્મસને વધતા  વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર સમયમાં ઠંડીનું જોર આના કરતા પણ વધી શકે છે. ઉપરાંત વાતાવરણમાં પણ ધુમ્મસ જોવા મળી શકે છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ જેવા રાજ્યોમાં તાપમાન ગગડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


અનેક સ્થળો પર તાપમાન માઈનસમાં પણ જઈ શકે છે 

ઠંડીની સાથે સાથે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદની પણ આગાહી કરી છે. અનેક જગ્યાઓ પર શીત લહેરની સાથે વરસાદ પણ વરસી શકે છે. આગાહી પ્રમાણે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે જેને કારણે તાપમાન ઘટી શકે છે. અનેક જગ્યાઓ પર તાપમાન માઈનસમાં પણ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વધતી ઠંડીને કારણે પાણી પણ બરફમાં ફેરવાઈ જશે. જેને કારણે પીવાના પાણીની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. ઠંડીનું પ્રમાણ કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં પણ વધી શકે છે.


ઉત્તરપ્રદેશમાં યેલો એલર્ટ જાહેર 

ઠંડીને કારણે દિલ્હીના તાપમાનમાં ઘટાડો નોંધાશે. ઉપરાંત ધુમ્મસભર્યા વાતાવરણ પણ રહેવાની આગાહી કરવામાં આવી છે. વધતી ઠંડીને જોતા દિલ્હી સરકારે શાળાઓમાં થોડા દિવસોનું વેકેશન જાહેર કરી દીધું છે. ઉપરાંત ઉત્તરપ્રદેશમાં પણ ઠંડીને જોતા યેલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. લખનઉમાં પણ ઠંડીને કારણે બે ડિગ્રી જેટલું તાપમાન ગગડી શકે છે. ઠંડીની સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં ઠંડીના સાથે સાથે વરસાદ વરસવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.  




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.