હાલમાં વિશ્વભરમાં એક મુદ્દો ચર્ચામાં છે તે છે "ઇમિગ્રેશન" . થોડાક સમય પેહલા આપણે જોયું કે , કેવી રીતે અમેરિકાએ ગેરકાયદેસર રીતે પ્રવેશેલા ભારતીયોને પાછા મોકલ્યા છે . હવે ભારતીયોને પોતાની સલામતીને લઇને જર્મનીમાં પણ ડર લાગી રહ્યો છે કેમ કે , ૨૦૨૪ની ક્રિસમસ પર તેના શહેર માગ઼ડ઼ેબર્ગમાં માર્કેટ અટેક થયો હતો તેમાં ૭ ભારતીયો ઘાયલ થયા હતા . આ પછી ત્યાંના ફેડરલ ઇલેક્શન્સમાં કન્ઝર્વેટિવ વિપક્ષી નેતા ફ્રેડરિક મર્જની ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન(CDU) પાર્ટીને જીત મળી છે . જેમનું વલણ ઇલલીગલ ઇમિગ્રેશનને લઇને ખુબ કડક છે . તો આજે આપણે જોઇશું કે જર્મનીમાં આપણા ભારતીયોના સલામતીને લઇને શું પ્રશ્નો છે?

જર્મની યુરોપનું પાવરહાઉસ એટલેકે સૌથી મોટું અર્થતંત્ર છે . બીજા વિશ્વયુદ્ધ પછી તેના ઔદ્યોગિક વિકાસે સમગ્ર વિશ્વનું ધ્યાન દોર્યું છે . દાખલા તરીકે , યુરોપમાં કાર ઉત્પાદન કરતી મોટાભાગની કંપનીઓના હેડ ક્વાર્ટર જર્મનીમાં આવેલા છે . હવે જર્મની વિન્ડ પાવર અને સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં આગળ વધી રહ્યું છે. પરંતુ જર્મનીમાં એક સમસ્યા છે તે છે કે તેની પાસે સ્કિલ્ડ વર્કફોર્સ નથી . ભારતીયો તેની કમી પુરી કરી રહ્યા છે. પરંતુ હવે જર્મનીમાં માત્ર ભારતીયો જ નથી બીજા ઘણા દેશોના ઈમીગ્રેન્ટ્સ જોવા મળે છે જેમ કે સીરિયન્સ , ઇરાકી વગેરે . આ યુદ્ધગ્રસ્ત દેશોના ઘણા નાગરિકો ગેરકાયદેસર રીતે જર્મનીમાં ઘુસેલા છે . જર્મનીની રાજનીતિમાં ફાર રાઈટ વિંગ એટલેકે , જમણેરી રાષ્ટ્રવાદીઓનું પ્રભુત્વ વધી રહ્યું છે જે આ ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ્સની વિરુદ્ધમાં છે ઉપરાંત ઇમિગ્રેન્ટ્સ પર હુમલાઓ વધી રહ્યા છે . આગળ જેમ વાત કરી તેમ , ૨૦૨૪માં ક્રિસમસ માર્કેટનો હુમલો થયો તેમાં ૭ ભારતીયો ઘાયલ થયા છે .

જોકે આ હુમલા બાદ ભારતના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે , "ઘણા લોકોએ પોતાના કિંમતી જીવ ગુમાવ્યા છે અને ઘણા ઘાયલ થયા છે. અમારી પ્રાર્થનાઓ પીડિતો સાથે છે. અમે ઘાયલ ભારતીયો તેમજ તેમના પરિવારોના સંપર્કમાં છીએ અને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડીશું." વર્તમાનમાં ભારત અને જર્મનીના સબંધો ખુબ મજબૂત થયા છે . કેમ કે , ભારતીય ફોરેન પોલિસીની પ્રાયોરિટીમાં યુરોપ અને અમેરિકા મોખરે છે . આ બેઉ દેશો વચ્ચે વેપાર પણ મજબૂત થયો છે. પરંતુ આ બને દેશો વચ્ચે પીપલ ટુ પીપલ ટાયસ મજબૂત કરવા ભારતીયોની સલામતી મહત્વની છે . કેમ કે ભારતીયો જર્મનીને સ્કિલ્ડ વર્ક ફોર્સ આપી રહ્યા છે અને જો જર્મની આ સલામતી આપવામાં ઉણુ ઉતરશે તો ભારતીય સ્કિલ્ડ ફોર્સ માટે બીજા દેશોના વિકલ્પ પણ ખુલ્લા છે . તો હવે જોવાનું એ છે કે જર્મનીમાં નવી સરકાર કેવી રીતે ઇમિગ્રેન્ટ્સની સલામતીનું ધ્યાન રાખે છે .

