થોડા દિવસો પહેલા સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનનો રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં ભારતની વસ્તી વિશ્વમાં સૌથી વધારે છે તેવો રિપોર્ટ આવ્યો હતો. ભારતની વસ્તી 142.57 કરોડ થઈ ચૂકી છે. આ વાતની ચર્ચા દરેક જગ્યાઓ પર થઈ હતી. ત્યારે જર્મનીની મેગેઝિનમાં આ વાતની મજાક ઉડાવવામાં આવી હોય તેવું એક કાર્ટૂન બહાર પાડવામાં આવ્યું હતું. આ કાર્ટૂનની મદદથી ભારતની વસ્તીને ચીનથી આગળ નીકળતી બતાવાઈ છે.
વસ્તી વધારા પર જર્મન મીડિયાએ બનાવ્યું કાર્ટૂન!
જર્મનીની મેગેઝિન ડેર સ્પીગલે એક કાર્ટૂન પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં કાર્ટૂન સામે આવ્યું છે જેમાં બે ટ્રેન બતાવાઈ છે. એક તરફ જ્યાં લોકોથી ખીચોખીચ ભરેલી જર્જરિત જૂની ભારતીય ટ્રેનને બતાવાઈ છે જેના પર ભારતીય તિરંગો લઈને લોકો બેઠેલા છે. અને બીજી બાજુ અલગ ટ્રેક પર ચીનની બુલેટ ટ્રેન બતાવવામાં આવી છે જેમાં ફક્ત બે ચાલકો જ બેઠા છે. આ કાર્ટૂન સામે આવતા અનેક લોકોએ આ વાતની ટીકા કરી હતી.
આ ફોટા વિશે તમારૂં શું કહેવું છે?
ઈલેક્ટ્રોનિક અને આઈટીમંત્રી રાજીવ ચંદ્રશેખરે આ કાર્ટૂનની ટીકા કરી છે. તેમણે કહ્યું કે આવનારા અમુક વર્ષોમાં ભારતનું અર્થતંત્ર જર્મની કરતા મોટું હશે. આ અંગે તેમણે ટ્વિટ કર્યું હતું. ત્યારે આ ફોટા અંગે તમારૂ શું માનવું છે?