દુનિયામાં જેમ જેમ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ની ભૂમિકા વધી રહી છે, તેમ- તેમ તેના જોખમો પણ સામે આવી રહ્યા છે અને નિષ્ણાતોએ તેના વિશે ખુલીને વાત કરવાનું શરૂ કરી દીધું છે. 'ગોડફાધર ઓફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)' તરીકે ઓળખાતા જ્યોફ્રે હિન્ટને ગયા અઠવાડિયે ગૂગલમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. હિન્ટને AIના જોખમો અંગે દુનિયાને ખુલ્લીને જણાવવા માટે પોતાની નોકરી છોડી દીધી છે. AI ટેકનોલોજીને વિકસીત કરવા માટે તેમણે પણ મદદ કરી હતી.
In the NYT today, Cade Metz implies that I left Google so that I could criticize Google. Actually, I left so that I could talk about the dangers of AI without considering how this impacts Google. Google has acted very responsibly.
— Geoffrey Hinton (@geoffreyhinton) May 1, 2023
હિન્ટને ટ્વીટ દ્વારા વેદના વર્ણવી
In the NYT today, Cade Metz implies that I left Google so that I could criticize Google. Actually, I left so that I could talk about the dangers of AI without considering how this impacts Google. Google has acted very responsibly.
— Geoffrey Hinton (@geoffreyhinton) May 1, 2023ન્યૂ યોર્ક ટાઈમ્સને આપેલા નિવેદનમાં, હિન્ટને ગૂગલમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, અને કહ્યું હતું કે તેઓ "હવે તેમને તેમના આ કાર્ય માટે પસ્તાવો થઈ રહ્યો છે". હિન્ટને ટ્વીટ કર્યું કે તેણે ગૂગલની નોકરી છોડી દીધી જેથી તે AIના જોખમો વિશે ખુલીને વાત કરી શકે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું કે, 'મેં મારી નોકરી એટલા માટે છોડી દીધી છે કે હું AIના ખતરા વિશે વાત કરી શકું અને તેની અસર ગૂગલ પર પણ ન પડે. ગૂગલે ખૂબ જ જવાબદારીપૂર્વક કામ કર્યું છે'
'હવે હું મુક્તપણે બોલી શકું છું'
તાજેતરના BBC ઈન્ટરવ્યુમાં, તેમણે કહ્યું, 'હું હવે ખુલ્લેઆમ કહી શકું છું કે મને AIના શું ખતરા દેખાઈ રહ્યા છે અને તેમાંથી કેટલીક બાબતો ખુબ જ ભયાનક છે.' તેમણે કહ્યું, 'અત્યારે, જ્યાં સુધી હું કહી શકું છું, તે AI આપણા કરતાં વધુ બુદ્ધિશાળી નથી. પરંતુ મને લાગે છે કે તે ટૂંક સમયમાં થઈ શકે છે. હિન્ટને એક દાયકા કરતાં વધુ સમય સુધી Google માટે કામ કર્યું અને તે ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત અવાજોમાંના એક હતા. ટોરેન્ટોમાં બે સ્નાતક વિદ્યાર્થીઓ સાથે કામ કરતી વખતે તેમણે 2012 માં AI માં મોટી સફળતા મેળવી હતી.