GeniBen Thakor આ લોકસભા સીટ પરથી લડવા માગે છે ચૂંટણી, જો Congress ગેનીબેનને ટિકીટ આપે છે તો થશે મહિલા Vs મહિલાનો જંગ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-08 13:15:58

આજ સવારથી એક સમાચાર પર ચર્ચા થઈ રહી છે કે કોંગ્રેસ ગમે ત્યારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. દરેક લોકોને ઈન્તેઝારી છે એ જોવામાં કે કોંગ્રસ કોને ઉમેદવાર તરીકે ઘોષિત કરશે. એવી માહિતી સામે આવી છે કે આજે કોંગ્રેસ દ્વારા 40 ઉમેદવારોના નામની ઘોષણા થઈ શકે છે જેમાં દિગ્ગજ નેતાઓનો સમાવેશ હોઈ શકે છે. ગુજરાતની બેઠકો માટે પણ નામની જાહેરાત થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. આ બધા વચ્ચે ગુજરાતના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે જો હાઈકમાન્ડ ટિકીટ આપશે તો તે બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે બનાસકાંઠા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ રેખાબેન ચૌધરીના નામની જાહેરાત કરી છે. 


 

40 ઉમેદવારોના નામની કોંગ્રેસ કરી શકે છે જાહેરાત!

લોકસભા ચૂંટણીની તારીખ આગામી દિવસોમાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતી પ્રેસ કોન્ફરન્સ પર સૌ કોઈની નજર રહેલી છે. ચૂંટણીની તારીખોની જેટલી ઉતાવળ હોય છે તેવી જ રીતે કઈ પાર્ટી કોને ઉમેદવાર બનાવશે તેની પણ ઉત્સુક્તા લોકોને રહેતી હોય છે. શનિવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી જેમાં 195 ઉમેદવારોના નામ હતા ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આજે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. મળતી માહિતી અનુસાર 40 ઉમેદવારોના નામ  હોઈ શકે છે જેમાં દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ હોઈ શકે છે. 



આજે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી કરી શકે છે જાહેર!

ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. ભાજપની પાર્લિયામેન્ટ બોર્ડની બેઠક જ્યારથી થઈ હતી ત્યારથી એવી ચર્ચાઓ થઈ રહી હતી કે ગમે ત્યારે ઉમેદવારોના નામોની જાહેરાત થઈ શકે છે. રોજે સમાચાર આવતા હતા કે આજે ઉમેદવારોના નામની ઘોષણા થઈ શકે છે પરંતુ ભાજપે શનિવારે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ત્યારે બધાની નજર કોંગ્રેસના ઉમેદવારો પર હતી. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આજે ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ જાહેર કરી શકે છે અને તેમાં 40 ઉમેદવારોના નામ હોવાની સંભાવના છે. મળતી માહિતી અનુસાર કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક સંપન્ન થઈ ગઈ છે અને આજે ઉમેદવારોને લઈ બનેલું સસ્પેન્સ પૂર્ણ થઈ શકે છે. 



બે સીટો પર આમ આદમી પાર્ટી ઉતારવાના છે ઉમેદવાર!

મહત્વનું છે કે ગુજરાતની બેઠકો માટે આજે ઉમેદવારોના નામની જાહેરાત થશે કે કેમ તેની પર અસમંજસ છે. ગુજરાત માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારવાની છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે. ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આપના ઉમેદવાર છે. ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવા જ્યારે ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા ચૂંટણી લડશે. મહત્વનું છે ભાજપે ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.       


કોંગ્રેસ 24 બેઠકો પર ઉતારશે પોતાના ઉમેદવાર!  

મહત્વનું છે કે ગુજરાતની બેઠકો માટે આજે ઉમેદવારોના નામની જાહેરાત થશે કે કેમ તેની પર અસમંજસ છે. ગુજરાત માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારવાની છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે. ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આપના ઉમેદવાર છે. ભરૂત લોકસભા બેઠક પર ચૈતર વસાવા જ્યારે ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણા ચૂંટણી લડશે. મહત્વનું છે ભાજપે ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.       




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?