ગેનીબેન ઠાકોરના ભાઈ દારૂની બોટલો સાથે ઝડપાયા, સાંભળો ભાઈ પાસેથી દારૂની બોટલો મળતા ધારાસભ્યએ શું આપી પ્રતિક્રિયા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-13 17:18:04

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. અનેક વખત દારૂનું વેચાણ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે. આ મામલે તેમણે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. ત્યારે આજે ગેનીબેન ઠાકોરના સગા ભાઈને પોલસે દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યા છે. એલસીબી પોલીસને બાતમી મળી હતી. એલસીબીએ રેડ પાડી હતી ત્યાં રમેશ ઠાકોર તેમજ પ્રહલાદ ઠાકોર પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે બંને પાસેથી દારૂની બોટલ ઝપ્ત કરી છે. 


ગેનીબહેનના ભાઈ દારૂ સાથે ઝડપાયા!

ગુજરાતને આમ તો ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે. ડ્રાય સ્ટેટનો મતલબ હોય છે જ્યાં દારૂ નથી મળતું. પરંતુ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને લઈ એવું થાય કે શું સાચે ગુજરાતમાં દારૂબંધી છે? નશાની હાલતમાં શાળાના આચાર્યો, બસ ડ્રાઈવરો, તેમજ પોલીસના અનેક અધિકારીઓ જોવા મળતા હોય છે. દારૂબંધી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ અનેક વખત વાવના ધારાસભ્ચ ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે. કલેક્ટરને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજે સમાચાર સામે આવ્યા છે જેમાં ગેનીબેન ઠાકોરના સગાભાઈ પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. મહત્વનું છે કે થોડા વર્ષો પહેલા ગેનીબેને જનતા રેડ કરી હતી અને દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. 


ગેનીબેને આ મામલે આપી પ્રતિક્રિયા

ભાભરના અબાસણા ગામમાં એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાઈ રમેશ ઠાકોર દારૂની બોટલ સાથે ઝડપાયા હોવાની વિગતો સામે આવી છે. ભાભરના અબાસણા ગામે LCBના દરોડામાં રમેશ ઠાકોર અને પ્રહલાદ ઠાકોર દારૂની બોટલ સાથે ઝડપાયા હતા. રમેશ ઠાકોર ગેનીબેન ઠાકોરના સગાભાઈ છે. ત્યારે આ મામલે ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા પોલીસ તેમજ બનાસકાંઠા એસપી પર  આક્ષેપ લગાવ્યા છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...