ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 25 લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે જ્યારે એક બેઠક પર ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે.. ભારતીય જનતા પાર્ટીના વિજય રથને ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં રોક્યો છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોર જીત્યા જે બાદ વાવના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આજે આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે રાજીનામું સોંપ્યું છે..
બનાસકાંઠા બેઠક પર થઈ ગેનીબેન ઠાકોરની જીત
લોકસભા ચૂંટણીમાં અનેક બેઠકો એવી હતી જે ખુબ ચર્ચામાં રહી.. બનાસકાંઠા, ભરૂચ, આણંદ જેવી બેઠકો હતી જ્યાં ઉમેદવારો વચ્ચે ટફ ફાઈટ હતી. સૌથી વધારે ચર્ચા બનાસકાંઠા બેઠકની હતી કારણ કે બંને પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી હતી. ગેનીબેન ઠાકોરે બનાસની બેન તરીકે પોતાનો પ્રચાર કર્યો જ્યારે ભાજપના ઉમેદવાર ડો. રેખા ચૌધરીએ બનાસની દીકરી તરીકે પ્રચાર કર્યો હતો. બનાસકાંઠા માટે કહેવાતું હતું કે ગેનીબેન ઠાકોરનો મુકાબલો રેખા ચૌધરી સામે નથી પરંતુ શંકર ચૌધરી સામે છે. રેખા બેન ચૌધરી પાસે સંગઠનની શક્તિ હતી, પરંતુ ગેનીબેન ઠાકોરે ત્યાં જીત હાસલ કરી...
ધારાસભ્ય પદ પરથી ગેનીબેન ઠાકોરે આપ્યું રાજીનામું
જ્યારે લોકસભા બેઠકનું પરિણામ આવ્યું ત્યારે બનાસકાંઠાના પરિણામ પર સૌ કોઈની નજર હતી. પરિણામ પણ રસપ્રદ હતા..કોઈ વખત ગેનીબેન આગળ હોય તો કોઈ વખત રેખાબેન આગળ હોય.. રસાકસી બાદ અંતે ગેનીબેન ઠાકોર જીતી ગયા.. સાંસદ બની ગયા એટલા માટે ગેનીબેન ઠાકોરને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવું પડે.. વાવના ધારાસભ્ય તરીકે તેમણે આજે રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને આપ્યું છે. ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું એટલા માટે હવે આવનાર 6 મહિનાની અંદર ત્યાં પેટા ચૂંટણી યોજાશે. હવે ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.