ગુજરાતમાં ભાજપ પાસે 26માંથી 26 બેઠકો હતી. આ વખતે ભાજપના ઉમેદવાર પાંચ લાખની લીડ સાથે જીતશે તેવી વાતો ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવતી, આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ 26એ 26 બેઠક જીતશે તેવા દાવો કરવામાં આવ્યા હતા પરંતુ એક બેઠક ભાજપના હાથમાંથી જતી રહી. બનાસકાંઠામાં ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીત્યા. આજે ગેનીબેન ઠાકોરે સાંસદ તરીકેના શપથ લીધા હતા...
બનાસકાંઠા લોકસભા બેઠક પર થઈ ગેનીબેન ઠાકોરની જીત
ગુજરાતને ભારતીય જનતા પાર્ટીનું ગઢ માનવામાં આવે છે.. રાજકીય લેબોરેટરી ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે ગુજરાતમાં અનેક રાજકીય પ્રયોગો કરવામાં આવ્યા છે. કોઈ પણ રાજ્યમાં કોઈ બદલાવ કરવો હોય તો તેમનું implementation ગુજરાતમાં થાય છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે 25 બેઠકો પર જીત હાંસલ કરી છે.. બનાસકાંઠા બેઠક એવી છે જ્યાં ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. આજે સંસદનું પ્રથમ સત્ર હતું. આજે સાંસદોએ શપથ લીધા હતા. ગેનીબેન ઠાકોરે પણ સાંસદ તરીકેના શપથ લીધા.
સાંસદ તરીકે ગેનીબેન ઠાકોરે લીધા શપથ
ગુજરાતમાં અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ હતો. ઉમેદવારોએ ટફ ફાઈટ આપી હતી. બનાસકાંઠા, ભરૂચ, આણંદ તેમજ વલસાડ બેઠક એવી હતી જ્યાં કોણ જીતશે તેની પર સવાલ હતો. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ડો.રેખાબેન ચૌધરીને ટિકીટ આપી જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી.. ગેનીબેન ઠાકોરે બનાસની બેન તરીકે પોતાની છાપ ઉભી કરી જ્યારે રેખાબેન ચૌધરીએ બનાસની દીકરી તરીકે પોતાને પ્રસ્થાપિત કરી. ગેનીબેન ઠાકોરે જીત હાંસલ કરી. ત્યારે આજે સાંસદ તરીકે ગેનીબેન ઠાકોરે શપથ લીધા છે. વિધાનસભામાં દેખાતા ગેનીબેન હવે સંસદમાં દેખાશે..