સુરતમાં AAPના નારાજ કાર્યકર્તાઓના મહાસંમેલન !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-21 12:25:24

સુરત શહેરમાં આમ આદમી પાર્ટી પૂર્વ ઉપ પ્રમૂખ રાજુ દેઓરાએ કતારગામ વિધાનસભા વિસ્તારમાંથી ટિકિટ માંગી હતી. પણ આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ નહીં અપાતા તેઓ નારાજ થઈ ગયા છે. ગઈકાલે કતારગામ વિસ્તારમાં એક સમગ્ર ગુજરાતમાંથી 10 હજાર કાર્યકર્તાઓનો સંમેલન બોલાવવાનો દાવો કર્યો હતો, પણ 500 કાર્યકર્તા પણ સંમેલનમાં જોડાયા ના હતા. AAPના નારાજ કાર્યકર્તાઓના આ સંમેલનમાં ભાજપના કાર્યકર્તા પણ જોડાયા હતા એટલે આ સંમેલનની સચ્ચાઈ જાણીને તમને પણ નવાઈ લાગશે!!!!


કાર્યકર્તા નારાજ 

સુરતમાં દેઓરાએ ગઈકાલે AAP બંધારણ રક્ષક સમીતિ દ્વારા AAPના નારાજ કાર્યકર્તાનું મહાસંમેલન બોલાવાયું હતું. આપના પૂર્વ ઉપ પ્રમુખ રાજુ દિયોરાએ આ મહાસંમેલન બોલાવ્યું હતું અને AAPના 10 હજારથી પણ વધુ નારાજ કાર્યકર્તાઓ આ મહાસંમેલનમાં જોડાવા હોવાનું કહ્યું હતું.10000ની નારાજ કાર્યકર્તાઓની વાત વચ્ચે સંમેલનમાં માંડ 500 લોકો દેખાયા હતા, ઉપરાંત કેટલાક લોકોએ તો ભાજપના કાર્યકર્તા હોવાનું સ્વીકાર્યું હતું અને તેમને આ માટે બોલાવવામાં પણ આવ્યા હોવાનું કહ્યું હતું.


ટિકિટના મળતા નારાજ 

રાજુ દિયોરાએ કહ્યું, હું 22 મહિનાથી AAPમાં જોડાયેલો છું. AAP છોડવા નથી આવ્યો, હું પાર્ટીમાં જ છું. ગુજરાતભરમાં પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમની સાથે અન્યાય થયો છે તેમના ન્યાય માટે લડત લડીશું. જે-જે લોકો બે-બે વર્ષથી કામ કરી રહ્યા છે, પાર્ટીની વિચારધારા ઘરે ઘરે સુધી પહોંચાડવા જતા તેમને સાઈડલાઈન કરવામાં આવ્યા છે અને નવા નવા લોકોને પૈસા લઈને ટિકિટ આપવામાં આવી છે. મેં કતારગામથી ટિકિટ માગી હતી. ગુજરાતના 80 ટકા કાર્યકર્તાઓ નારાજ છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?