શ્રીમદ્ ભગવદ્ ગીતા આ શબ્દ આપણાં કાનમાં જ્યારે પડે છે ત્યારે આપણી આંખોની સામે ધર્મક્ષેત્ર એવા કુરૂક્ષેત્રનું યુદ્ધમેદાન આવી જાય છે. અનાયસે આપણી સામે એ દ્રશ્ય આવી જાય છે જેમાં વચ્ચોવચ પૂર્ણપુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના રથને ઉભો રાખે છે અને ગીતાજીનો ઉપદેશ અર્જુન થકી સમસ્ત જગતને આપ્યો હતો. એવું માનવામાં આવે છે કે માગશર સુદ અગિયારસના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવાત ગીતાનો ઉપદેશ ધનુર્ધારી અર્જુનને આપ્યો હતો. આ દિવસને, આ તીથીને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે.
અર્જુનને ભગવાન કૃષ્ણએ આપ્યો હતો ગીતાનો ઉપદેશ્ય
હિંદુ ધર્મમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાને મહત્વનો ગ્રંથ માનવામાં આવે છે. આપણે ત્યાં ગીતાજીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે એવો એક પ્રશ્ન નહીં હોય જેનો જવાબ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં નહીં હોય. જીવનના દરેક પ્રશ્નનો, દરેક સમસ્યાનો ઉકેલ આ ગ્રંથમાં મળી જાય છે તેવું માનવામાં આવે છે. કુરૂક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુનને વિષાદ થાય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમને સ્થિતપ્રજ્ઞ રહેવાનો ઉપદેશ્ય આપે છે. સ્થિતપ્રજ્ઞ એટલે ગમે તેવી વિષમ પરિસ્થિતિ કેમ ન હોય પોતાના મનને કાબુમાં રાખી શકે તેને સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ગીતાજીને આપણે જ્ઞાનનો સાગર માનીએ છીએ.
માગશર સુદ અગિયારસના દિવસે ઉજવવામાં આવે છે ગીતા જંયતી
એવું માનવામાં આવે છે કે ભગવદ્ ગીતાનો ઉપદેશ ન માત્ર પાર્થે પરંતુ રથની ધ્વજા પર બિરાજમાન થયેલા હનુમાનજીએ, બર્બરિક અને સંજયે સાંભળો હતો. જે દિવસે ભગવાને પાર્થને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો તે તીથી માગશર સુદ અગિયારસ હતી. એટલે આ તીથીને ગીતા જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે. આ અગિયારસને મોક્ષદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
18 અધ્યાય અને 700 શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં
સામાન્ય રીતે આપણે ત્યાં મરણ પાછળ ગીતાજીનો પાઠ રાખવામાં આવે છે એવું માનીને કે મરનારની આત્માને મોક્ષ મળે તે માટે. ગીતાજીને મોક્ષ આપનારો ગ્રંથ પણ માનવામાં આવે છે. શ્રીમદ્ ભગવત ગીતામાં કુલ 18 અધ્યાય છે જેમાં 700 શ્લોક છે. આ 18 અધ્યાયની વાત કરીએ તો 6 અધ્યાયોમાં કર્મયોગને સમજાવામાં આવ્યો છે. તે ઉપરાંત ગીતાજીના અન્ય અધ્યાયોમાં જ્ઞાનયોગની તેમજ ભક્તિયોગની ચર્ચા કરવામાં આવી છે. ત્યારે જોઈએ એવા શ્લોકને જે પ્રચલિત છે.