દેશનું અર્થતંત્ર મંદીની ગર્તામાં, ત્રીજા ત્રિમાસિકમાં ગ્રોથ રેટમાં ભારે ઘટાડો, GDPમાં માત્ર 4.4%ની વૃધ્ધી


  • Published By :
  • Published Date : 2023-02-28 20:46:13

દેશના અર્થતંત્રના મોરચે ખરાબ સમાચાર આવ્યા છે. દેશનો GDP રેટ નાણાકિય વર્ષ 2022-23ના ત્રિમાસિકમાં ઘટીને 4.4 રહ્યો છે. દેશમાં મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ખરાબ પ્રદર્શનના કારણે GDPમાં મોટો ઘટાડો નોંધાયો છે.


NSOએ જાહેર કર્યા GDPના આંકડા   


નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા મંગળવારે જારી કરાયેલા આંકડા પરથી આ જાણકારી મળી છે. આના કારણે દેશની અર્થવ્યવસ્થા અગાઉના નાણાકીય વર્ષ 2021-22ના સમાન ત્રિમાસિક ગાળામાં 11.2 ટકાના દરે વૃદ્ધિ પામી હતી. જ્યારે, ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 6.3 ટકા હતો. તેના બીજા એડવાન્સ અંદાજમાં, NSOએ ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આ ઉપરાંત, NSOએ છેલ્લા નાણાકીય વર્ષ 2021-22 માટે વૃદ્ધિ દરને 8.7 ટકાથી સુધારીને 9.1 ટકા કર્યો છે.


RBIએ પણ ઘટાડ્યું અનુમાન


RBIના અનુમાન મુજબ ત્રીજા ક્વાર્ટર માટે જીડીપી દર નોંધવામાં આવ્યો છે. આરબીઆઈએ આગાહીમાં કહ્યું હતું કે 2023ના ત્રીજા ક્વાર્ટર માટે જીડીપી દર 4.4 ટકા રહેશે. જ્યારે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 4.6 ટકા જીડીપી વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. તે જ સમયે, અર્થશાસ્ત્રીઓના રોઇટર્સ પોલમાં વ્યાજ દરોમાં વધારાને કારણે ત્રીજા ક્વાર્ટરમાં ભારતના આર્થિક વિકાસમાં મંદીની આગાહી કરવામાં આવી હતી. સરકારી ડેટા પણ દર્શાવે છે કે ભારતની અર્થવ્યવસ્થા ચાલુ ક્વાર્ટરમાં વધુ ધીમી પડીને 4.4 ટકા અને 2023-24 દરમિયાન સરેરાશ 6.0 ટકા થવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2022-23માં એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ ભારતીય અર્થવ્યવસ્થામાં સાત ટકાની જીડીપી રેટનું અનુમાન લગાવ્યું છે, જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ કહ્યું છે કે વૃદ્ધિ 6.8 ટકા રહેશે.


અર્થશાસ્ત્રીઓએ મંદીની આગાહી કરી  


અત્રે ઉલ્લેખનિય છે કે અર્થશાસ્ત્રીઓના પોલમાં વ્યાજ દરોમાં વધારાને કારણે ત્રીજા ક્વાર્ટરમાં ભારતના આર્થિક વિકાસમાં મંદીની આગાહી કરવામાં આવી હતી. સરકારી ડેટા પરથી એવો પણ અંદાજ લગાવવામાં આવ્યો હતો કે વર્તમાન ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થા વધુ ધીમી પડીને 4.4 ટકા થવાનો અંદાજ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.