ભારત અને નેપાળ વચ્ચે એશિયા કપ 2023 (Asia Cup 2023) ની પાંચમી મેચ કેન્ડીના પલ્લેકેલે ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઈ હતી. આ મેચમાં કોમેન્ટ્રી પેનલનો ભાગ રહેલા પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીર(Gautam Gambhir)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેચ દરમિયાન જ્યારે ગંભીર મેદાનની અંદર જઈ રહ્યો હતો ત્યારે દર્શકોએ કોહલી-કોહલીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. આના પર ગુસ્સે થયેલા ગંભીરે પ્રતિક્રિયા આપતા તેની મીડલ ફિંગર બતાવી હતી.
Gautam Gambhir ????pic.twitter.com/5wj1bCddm4
— CricTracker (@Cricketracker) September 4, 2023
ગૌતમ ગંભીરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Gautam Gambhir ????pic.twitter.com/5wj1bCddm4
— CricTracker (@Cricketracker) September 4, 2023ગૌતમ ગંભીર નો સ્ટેડિયમમાં ફેન્સ સામે અશ્લીલ ઈશારો કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહા મુકાબલાનો હોવાનું સામે આવ્યું છે, જોકે આ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ વીડિયો ભારત અને નેપાળ વચ્ચેની મેચ દરમિયાન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.
ગૌતમ ગંભીરે કર્યો ખુલાસો
આ ઘટના બાદ આજે ભારત અને નેપાળ વચ્ચેની મેચ બાદ ગૌતમ ગંભીરે આ ઘટના અંગે ખુલાસો કર્યો હતો. ગંભીરે મિડલ ફિંગર વાયરલ વીડિયો વિશે કહ્યું, “ભીડ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરી રહી હતી, એક ભારતીય તરીકે, હું મારા દેશ વિશે આવું બોલનાર કોઈની વાતોને સહન કરી શકતો નથી તેથી આ રીતે પ્રતિક્રિયા આપી હતી. તમે સોશિયલ મીડિયા પર જે જુઓ છો તે હંમેશા સત્ય નથી હોતું.”