હિંડનબર્ગ રિસર્ચની રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અદાણી ગ્રુપના શેરોમાં 46 ટકાથી વધુનો ઘટાડો આવ્યો હતો. ખુદ ગૌતમ અદાણી પણ દુનિયાના અમીરોની યાદીમાંથી ટોપ 20માંથી પણ બહાર આવી ગયા છે. પરંતું શું તમને ખબર છે કે અદાણીના સામ્રાજ્યને હલાવી દેનારા હિંડનબર્ગે શેરોમાં ઘટાડા છતાં અબજો રૂપિયાની કમાણી કરી લીધી છે. અદાણીને ભલે નુકસાન થયું પણ હિંડનબર્ગે આ ઘટાડા બાદ જબરદસ્ત કમાણી કરી છે. આ વાત ખુદ હિંડનબર્ગ રિસર્ચે દ્વારા કહેવામાં આવી છે.
હિંડનબર્ગે કઈ રીતે કરી અબજોની કમાણી?
અમેરિકાના રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણીગ્રુપ પર આરોપ લગાવ્યો હતો કે તેણે એકાઉન્ટમાં ગડબડ કરી છે વળી અદાણીની કંપનીઓના શેર ઓવર પ્રાઈઝ પણ છે. આ ખુલાસા બાદ અદાણીના શેરોમાં જોરદાર વેચવાલી શરૂ થઈ ગઈ હતી. અદાણીના શેર ઘડાધડ ધરાશાઈ થવા લાગ્યા, જો કે આ દરમિયાન હિંડનબર્ગે અબજોની કમાણી કરી લીધી. હિંડનબર્ગે અદાણીના તુટતા શેર પર શોર્ટે સેલિંગની રણનિતી અપનાવીને અબજાની કમાણી કરી લીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે હિંડનબર્ગ એક એક્ટિવિસ્ટ શોર્ટ સેલર છે. કંપનીએ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે તે એક શોર્ટ સેલર કંપની છે અને શોર્ટ સેલિંગ કરીને જ હિંડનબર્ગ કમાણી કરે છે.
શોર્ટ સેલિંગ શું છે?
શેર બજારમાં શોર્ટ સેલિંગ એક ટ્રેડિંગ સ્ટ્રેટેજી કે રોકાણ રણનિતી છે. તેમાં કોઈ વ્યક્તિ કોઈ ખાસ કિંમત પર સ્ટોક કે સિક્યોરિટીઝ ખરીદે છે અને પછી કિંમત વધે ત્યારે તેને વેચી દે છે, જેનાથી ફાયદો થાય છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ કોઈ શેરને 100 રૂપિયામાં વેચી દે છે અને પછી તે જ શેરને 85 રૂપિયામાં ફરી ખરીદી લે છે તો તેને પ્રત્યેક શેર પર 15 રૂપિયાનો ફાયદો થયો તેમ કહેવાય. સરળ ભાષામાં કહીએ તો શોર્ટ સેલિંગ સ્ટ્રેટેજીની મદદથી કોઈ ઘટતા શેર પર પૈસા કમાવવામાં આવે છે.