થોડા સમય પહેલા હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો જેને કારણે અદાણી ગ્રુપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ માત્ર ત્રણ દિવસમાં કુલ માર્કેટ કેપમાં 5.5 લાખ કરોડ રુપિયાનું ધોવાણ થયું હતું. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સની યાદીમાંથી ગૌતમ અદાણીનો ક્રમ 11માં નંબર પર આવી ગયો છે. 10 અબજોપતિની યાદીમાંથી નીકળી ગયા છે.
હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને થયું ભારે નુકસાન
હિંડનબર્ગનો એક રિપોર્ટ આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપમાં બધુ ઠીક નથી ચાલી રહ્યું. અદાણીના શેરોમાં લાંબા સમયથી ગરબડી અને એકાઉન્ટ સંબંધિત ગેરરીતીનો આરોપ લગાવ્યો હતો. ગ્રુપને 88 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેના જવાબમાં પણ અદાણી ગ્રુપે જવાબ આપ્યો હતો. હિંડનબર્ગના રિપોર્ટને કારણે અદાણી ગ્રુપની સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ સાત કંપનીના શેરોના ભાવ એકદમ ગગડી ગયા હતા.
વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાં નથી અદાણી સામેલ
રિપોર્ટને કારણે સંપત્તિનું ધોવાણ થયું હતું. અબજો ડોલરનું નુકસાન થયું છે જેને કારણે 10 અબજોપતિની યાદીમાંથી ગૌતમ અદાણીનું નામ નીકળી ગયું છે. ચોથા ક્રમેથી સીધા 11માં નંબરે આવી ગયા છે. તેમણે એક મહિનામાં 36.1 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે. ગૌતમ અદાણી 11 નંબરે છે અને મુકેશ અંબાણી 12માં નંબર પર છે.