ગૌતમ અદાણીએ સર્જ્યો અનોખો રેકોર્ડ, બે દિવસમાં 25,43,28,36,00,00 રૂપિયાની સંપત્તિ ગુમાવી


  • Published By :
  • Published Date : 2023-01-29 18:31:53

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી માટે આ સમય મુશ્કેલ છે. એક અમેરિકન રિસર્ચ ફર્મના રિપોર્ટે તેમની મુશ્કેલી વધારી દીધી છે. હિંડનબર્ગના રિપોર્ટથી અદાણી ગ્રુપના શેરને મોટો ફટકો પડ્યો છે. કંપનીના શેર સતત ઘટી રહ્યા છે. શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર શેરની હેરાફેરી, ખાતામાં છેતરપિંડી, વધુ કિંમત જેવા અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. 106 પેજના આ રિપોર્ટમાં અદાણી ગ્રુપને 88 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ રિપોર્ટ આવ્યા બાદ ગૌતમ અદાણીની આવક (નેટવર્થ)માં જબરદસ્ત ઘટાડો થયો છે.


ત્રીજા ક્રમેથી સરકીને 7મા સ્થાને પહોંચ્યા


ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, ગૌતમ અદાણીએ એક સપ્તાહમાં 32.2 અબજ ડોલર એટલે કે 25,43,28,36,00,00 રૂપિયા ગુમાવ્યા. આ સાથે જ હવે તે અબજપતિઓની યાદીમાં ત્રીજા નંબરેથી પછડાઈને સાતમા સ્થાને પહોંચી ગયા છે. તેમની નેટવર્થ 100 અબજ ડોલરની નીચે સરકી ગઈ છે. ફોર્બ્સની તાજેતરની બિલિયોનેરની યાદી અનુસાર, ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ઘટીને 96.7 અબજ ડોલર થઈ ગઈ છે. હિંડનબર્ગે તેનો રિપોર્ટ 'અદાણી ગ્રૂપઃ હાઉ ધ વર્લ્ડસ થર્ડ રિચેસ્ટ મેન ઈઝ પુલિંગ ધ લાર્જેસ્ટ કોન ઈન કોર્પોરેટ હિસ્ટ્રી' પ્રકાશિત કર્યો હતો, જેણે હોબાળો મચાવ્યો હતો. અદાણીના શેરમાં ઘટાડા સાથે શેરબજારમાં પણ વેચવાલીનો સીલસીલો ચાલી રહ્યો છે. ફોર્બ્સની યાદી અનુસાર, જ્યાં ગૌતમ અદાણીએ આ અઠવાડિયે સૌથી વધુ સંપત્તિ (32.2 અબજ ડોલર) ગુમાવી છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..