ગૌતમ અદાણીની નેટવર્થમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગૌતમ અદાણી એક સમયે વિશ્વના અમીરોની યાદીમાં બીજા નંબર પર હતા. એક મહિના પહેલા જ તેમની સંપત્તિ 127 અબજ ડોલર હતી. જ્યારે હવે, તેમની નેટવર્થ ઘટીને 50.4 અબજ ડોલર થઈ ગઈ છે.
કેટલી સંપત્તી ગુમાવી?
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી સતત નીચે સરકી રહ્યા છે. 24માં નંબર પર છે. પરંતુ જો સ્થિતિ આવી જ રહી તો તે જલ્દી જ 25માં સ્થાને પહોંચી શકે છે. છેલ્લા 20 દિવસમાં અદાણીએ લગભગ 70 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે.
શા માટે સંપત્તીનું થયું ધોવાણ?
અમેરિકાની શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચે અડાણી ગ્રુપને લઈ એક નેગેટિવ રિપોર્ટ જાહેર કર્યો હતો. હિંડનબર્ગ રિસર્ચની રિપોર્ટ બાદ અદાણી ગ્રુપમાં ભૂકંપ આવી ગયો છે. શેર બજારમાં અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેર ધરાશાઈ થઈ રહ્યા છે. ગૌતમ અદાણીની ખાનગી સંપત્તી પણ ઘટીને અડધી થઈ ગઈ છે. કંપનીનું માર્કેટ કેપ 125 અબજ ડોલર સુધી ઘટી ગયું છે.