ગુજરાત સરકારે દિવાળી પહેલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત આપતો મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે રાજ્યના 38 લાખ LPG ધારકોની દિવાળી સુધારી છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું કે, 'ઉજ્જવલા યોજના અંતર્ગત રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ સિલિન્ડર મફત અપાશે. ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જ જમા થઇ જશે. ગેસ સિલિન્ડર માટે કુલ 650 કરોડની રાહત અપાશે. તેમજ CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.' સિલિન્ડરની રકમ સીધી ખાતામાં જમા થશે. 8થી 9 લાખ જેટલાં રીક્ષા ચાલકોને આ ભાવ ઘટાડોનો લાભ મળશે. CNG વાહન ચાલકો માટે 700 કરોડની રાહત અને PNGમાં 1000 કરોડની રાહત આપવામાં આવી છે. આમ કુલ 1700 કરોડનો લાભ થશે.