ચૂંટણી નજીક આવતા જ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાતો હોય છે. ચૂંટણી સમયે કરવામાં આવતા ભાવ ઘટાડાને સામાન્ય રીતે ઈલેક્શન ઈમ્પેક્ટ કહેવાય છે. ચૂંટણીને લઈ જ્યારે લોકો ચર્ચા કરે છે ત્યારે ગેસ સિલિન્ડરની વાતો કરતા હોય છે. ચર્ચામાં લોકો એવું પણ કહેતા સંભળાય છે કે જોજો ઈલેક્શન પૂર્ણ થશેને તો પછી ફરીથી ભાવ વધારો કરી દેવામાં આવશે. આ વાત આજે પૂરવાર થઈ છે. પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થતાં જ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો ઝિંકાયો છે. 21 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધ્યા છે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના.
ચૂંટણી આવતા ભાવમાં ઘટાડો કરાય છે પરંતુ ચૂંટણી પૂર્ણ થતા...
પાંચ રાજ્યોમાં ગઈકાલે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. તેલંગાણા, મિઝોરમ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. માત્ર પરિણામની રાહ જોવામાં આવી રહી છે. ચૂંટણી નજીક આવતા જ ગેસ સિલિન્ડરમાં ભાવ ઘટાડો કરવામાં આવતો હોય છે. મતદાતાઓને રિઝવવા માટે ગેસ સિલિન્ડરના ભાવ ઓછા કરવામાં આવતા હોય છે. ગેસ સિલિન્ડર ઓછા ભાવમાં આપવાના વાયદા કરવામાં આવે છે પરંતુ જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ જાય છે ત્યારે ફરીથી સિલિન્ડરના ભાવમાં વધારો થઈ જાય છે. મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે પરિણામની રાહ જોવામાં આવી રહી છે.
ક્યાં કેટલા પૈસા ચૂકવવા પડશે?
આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં 21 રૂપિયાનો વધારો થયો છે. આ વધારો 19 કિલોના કોર્મશિયલ ગેસ સિલિન્ડરમાં કરાયો છે. રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 1796.50 રૂપિયા આજથી ચૂકવવા પડશે. ગઈકાલ સુધી એલપીજી ગેસની કિંમત પ્રતિ સિલિન્ડર 1775.50 રૂપિયા હતી. એક જ દિવસમાં 21 રૂપિયાનો વધારો કરાયો છે. કોલકાતામાં 1908, મુંબઈમાં રૂ. 1749.00 તથા ચેન્નઈમાં રૂ. 1968.50 થઈ ચૂકી છે. મહત્વની વાત એ છે કે ઘરેલું એલપીજીના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જે ભાવ ગયા મહિને ગેસ સિલિન્ડર માટે ચૂકવવા પડતા હતા તે જ કિંમત યથાવત રાખવામાં આવી છે. ન તો કોઈ રાહત મળી છે ન તો ભાવમાં વધારો કરાયો છે.