મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. જીવન જરૂરી ચીજ વસ્તુ સતત મોંઘી થઈ રહી છે. ત્યારે મોદી કેબિનેટે આજે ફરી એક વખત મોટો નિર્ણય લીધો છે. મોદી સરકારે આજે મહત્વનમાં નિર્ણય લેતા LPG સિલિન્ડરનામાં ભાવમાં લોકોને મોટી રાહત આપી છે. આજે મોદી સરકારની કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત પેહલા કરાઈ હતી જ્યારે હવે તે વધારીને 300 રૂપિયા કરી દેવામાં આવી છે. ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થિઓને ગેસ સિલેન્ડર 600 રૂપિયામાં મળશે. થોડા સમય પહેલા મહિલાઓને રક્ષાબંધન તેમજ ઓણમની ભેટ આપવામાં આવી હતી. તે વખતે 200 રૂપિયા ઘટાડવાની ઘોષણા કરી હતી ત્યારે આજે ઉજ્જવલા લાભાર્થીઓને મળતી સબસિડીમાં વધારો કરાયો છે.
600 રુપિયામાં મળશે ગેસ સિલિન્ડર!
આ વર્ષે દેશના અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી તેમજ આવનાર વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ચૂંટણીમાં એક મોટો મુદ્દો છે મોંઘવારીનો. ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખી મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. આજે કેબિનેટ બેઠક મળી હતી જેમાં મહત્વનો પૂર્ણ નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત પેહલા કરાઈ હતી જ્યારે હવે તે વધારીને 300 રૂપિયા કરી દેવામાં આવી છે. ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થિઓને ગેસ સિલેન્ડર 600 રૂપિયામાં મળશે.