જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીના પ્રયાસથી વિસાવદર તાલુકાના રાજપરા ગીર ગામે 'દીકરી તુલસીનો ક્યારો' શીર્ષક હેઠળ ગઢવી-ચારણ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમૂહ લગ્નોત્સવમાંમાં રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
14 નવ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા
વિસાવદરથી 15 કિ.મી દુર ગીર જંગલમાં આવેલા એક ગામ રાજપરામાં રવેચી માતાના સાનિધ્યમાં તા 11 ફ્રેબુઆરીએ ગઢવી સમાજની 14 દિકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા. શ્રી રાજભા ગીર સેવા ફાઉન્ડેશન દ્વારા ગીરના નેસડામાં આ પ્રથમ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોગલ માતાઓ ઉપસ્થિત રહી
આ સમૂહ લગ્નોત્સવમાં ચારણ ગઢવી સમાજના 14 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ત્યારે આ નવદંપત્તિઓને આશીર્વાદ પાઠવવા આજુબાજુના ધર્મ સંસ્થાઓમાંથી આઈ મોગલ માતાઓ પધારી આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવ દરમિયાન રાત્રિના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભજન-સંતવાણીનો કાર્યક્રમ
રવેચી ધામ ખાતે રાત્રે ભજન અને સંતવાણી લોક ડાયરાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેરામણ ગઢવી, હરેશદાન ગઢવી, જીજ્ઞેશ બારોટ, રાજભા ગઢવી વગેરે કવાકારોએ તેમની ચારણી શૈલીમાં લોક લાહિત્યની રમઝટ બોલાવી હતી. ડાયરાની મજા માણવો મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.