જામનગરમાં 333 વર્ષથી માત્ર નોબતના તાલે યોજાય છે ગરબી અને ઈશ્વર વિવાહ, શું છે તેની અન્ય વિશેષતાઓ?


  • Published By :
  • Published Date : 2023-10-22 19:23:03

જામનગર શહેરમાં 333 વર્ષ જૂની પ્રાચીન ગરબી એટલે જલાની જારની ગરબી આજ દિવસ સુધી આ ગરબીને આધુનિકતાનો સ્પર્શ થયો નથી. લાઉડ સ્પીકર નહીં અને સંગીત વાજીંત્રો પણ નહી માત્ર નોબતના તાલે પુરૂષો દ્વારા રમાતી ગરબીમાં પરંપરાગત લાલ-પીળા-કેશરી અબોટીયા પહેરી રમાતી ગરબીનું એક વિશેષ મહાત્મય છે અને તેમાંય નવરાત્રીના સાતમાં નોરતાએ યોજાતા ઈશ્વરવિવાહ નિહાળવા એ એક લ્હાવા સમાન છે. ગરબીમાં છંદ અને ઇશ્વર વિવાહ ઉપર જર્મનીની એક યુનિવર્સીટી રિસર્ચ કર્યુ છે ત્યારે શનિવારના આ ગરબીમાં ઇશ્વર વિવાહનું આયેાજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતાં.


નાતજાતનો ભેદભાવ વિના સૌ ગરબી રમે છે


જામનગરની પ્રાચીન ગરબી જલાની જારમાં ગરબીમાં મંડળનું કોઈ નામ નથી, અહી ગરબી મંડળના કોઈ સંચાલક નથી, કોઈ ફંડફાળો નથી, તો વળી અહીં કોઈ પ્રકારનો નાતજાતનો ભેદભાવ પણ નથી અને મંડપમાં ક્યાય પણ લાઉડસ્પીકર કે આધુનિક વાજીંત્રો પણ નથી. ગરબીમાં માતાજીના મઢ ઉપર જામ રાજવી વિભા એકના શાસનકાળ સમયનો સોનારૂપાનો ગરબો પધરાવવામાં આવે છે અને ઇશ્વર વિવાહ શરૂ થાય એટલે એકપણ ક્ષણના વિરામ વગર સાડા ત્રણ કલાક સુધી સતત ગાવામાં અને રમવામાં આવે છે અને ગરબીમાં ચાંદી જડીત મઢ તથા ચાંદી જડીત માં નવદુર્ગાના પુતળા સદીઓ પુરાણા છે. શનિવારના ઇશ્વર વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારના લોકો સહિત મોટી સંખ્યામાં શહેરીજનોને લાભ લીધો હતો.


4 કલાક સુધી સતત ઈશ્વર વિવાહનું ગાન અને રાસ


આ ગરબીમાં ઈશ્વર વિવાહનું આગવું મહત્ત્વ છે. રાજાશાહીના વખત ચાલી રહેલી જલાનીજારની ગરબીમાં આસો સુદ સાતમને મંગળવારના રાત્રે 12:30 કલાકે ઈશ્વરવિવાહ ઉત્સવનો પ્રારંભ થયો હતો. એક પણ ક્ષણના વિરામ વગર સાડા ત્રણ કલાક સુધી ઈશ્વર વિવાહના ગાન સાથે ખેલૈયાઓએ રાસ લીધા હતા. શ્રોતાઓને અર્થ સરળતાથી સમજવા મળે તે માટે ઈશ્વરવિવાહની દરેક પંક્તિ ચાર વખત ગાવામાં આવી હતી.પિતાંબરી, અબોટિયું વગેરેનો પહેરવેશ પહેરીને તેમજ કપાળે ચંદનનું તિલક કરીને ઈશ્વર વિવાહના છંદના ગાયન સાથે સાડા ત્રણ કલાક સુધી ખેલૈયાઓ અવિરત ગરબે ઘૂમ્યા હતા. જેમાં ભગવાન શિવજીના વેશધારી દ્વારા પણ રાસ લેવાયો હતો. સમગ્ર જલાનીજાર વિસ્તારના લોકો તથા અન્ય મહિલાઓ સહિતના શ્રોતાગણ પરોઢિયા સુધી ઈશ્વર વિવાહમાં જોડાયા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?