આજે ગરબા રમાશે કે નહીં ?
નવરાત્રીના પ્રથમ દિવસે બપોરે વરસાદના ઝાપટાં પડ્યા હતા અને આજે બીજા દિવસે પણ શહેરના પૂર્વ વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો છે. નિકોલ, નરોડા, વટવા, મણિનગર, કાંકરિયા, સીટીએમ, જમાલપુર, ઓઢવ, વસ્ત્રાલ, ઘોડાસર, ઇસનપુર સહિતના વિસ્તારોમાં 10 મિનિટ સુધી વરસાદી ઝાપટા પડ્યા હતા. ઝાપટાં પડવાથી વાતાવરણ ઠંડુ બની ગયું છે. પરંતુ ગરબા શરૂ થાય તેના પેહલાજ વરસાદ પડતાં ગરબા રસિયાઑમાં ચિંતા છે કે આજે ગરબા રમાંશે કે નહીં ?
હવામાનની આગાહી
આજે વરસાદના ઝાપટાં પડ્યા છે. પૂર્વ વિસ્તારમાં ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. ખેલૈયાઓમાં અત્યારથી ચિંતા પેસી ગઈ છે. ધોધમાર વરસાદના કારણે અનેક પાર્ટી પ્લોટમાં ગરબા યોજાશે કે કેમ? હવામાન વિભાગ દ્વારા પણ નવરાત્રિના પહેલાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી.