ગુજરાત અને ગરબા એકબીજાનો પર્યાય છે તેમ કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય. ગમે તે પ્રસંગ કેમ ન હોય તે પ્રસંગની ઉજવણી ગરબા વગર ગુજરાતીઓને અધૂરી લાગે. ગુજરાતીઓ ગમે ત્યારે, ગમે તે તહેવાર હોય, કોઈ પણ ગીત પર ગરબા કરી શકે છે, આમ જોવા જઈએ તો આ એક ખુબી છે! ન માત્ર ગુજરાતમાં પરંતુ ગરબા વિશ્વભરમાં પ્રચલિત થઈ ગયા છે. ગરબાને વૈશ્વિક ઓખળ મળી ગઈ છે. યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ચાર સ્થળો પર પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમ સરકારની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
ગુજરાતના ગરબાને યુનેસ્કોમાં સ્થાન!
ગુજરાતના ગરબાને યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશન એટલે કે, યુનેસ્કો દ્વારા ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવશે. બોત્સાવાના ખાતે યુનેસ્કો દ્વારા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેનું લાઈવ પ્રસારણ સાંજે 6 વાગ્યે કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ચાર સ્થળો પર પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમ સરકારની સત્તાવાર યાદીમાં જણાવાયું છે. મહત્વનું છે કે ગરબાને માતાજીની, શક્તિની આરાધના માટેનું એક સાધન માનવામાં આવે છે.
ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ તરીકે કરાશે જાહેર
નવરાત્રી દરમિયાન શક્તિની આરાધના માટે ગરબા કરવામાં આવે છે. વિવિધ જગ્યાઓ પર ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ગરબાનું તેમજ ગુજરાતનું મહત્વ વધ્યું છે. યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.