ગુજરાત અને ગરબા એક બીજાનું પર્યાય છે. એવું માનવામાં આવે છે ગમે તે તહેવાર કેમ ન હોય ગરબા કર્યા વગરએ તહેવારની ઉજવણી અધૂરી લાગે. એવું માનવામાં આવે છે કે ગુજરાતીઓ કોઈ પણ બિટ પર, કોઈ પણ સમયે ગરબાના તાલે ઝુમી શકે છે. ગરબા સાંભળ્યા નથી કે લોકોના પગ હલવાના શરૂ થયા છે. ગુજરાતમાં આમ તો મુખ્યત્વે દરેક જગ્યાઓ પર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. મોટી સંખ્યામાં ખેલૈયાઓ ત્યાં ગરબા રમતા હોય છે. ગરબે ઘૂમી ભક્તો માતાજીની આરાધના કરે છે.
અતુલ પુરોહિતે ગાયો પીએમ દ્વારા લખાયેલો ગરબો
નવરાત્રી દરમિયાન નવો ગરબો આવે છે તો ગુજરાતીઓ તે ગરબા પર ન ઝુમે તે શક્ય નથી. ત્યારે નવરાત્રી પહેલા વડાપ્રધાન મોદીએ એક વીડિયો રિલીઝ કર્યો હતો જેમાં તેમના દ્વારા લખવામાં આવેલા ગરબાને સ્વરબદ્ધ કરવામાં આવ્યો હતો. એ ગરબો ભલે પીએમ મોદીએ ઘણા વર્ષો પહેલા લખ્યો હતો પરંતુ તેનો કેઝ આ વખતની નવરાત્રીમાં જોવા મળી રહ્યો છે. અનેક ગરબા આયોજનોમાં કલાકાર દ્વારા તેમના દ્વારા લખવામાં આવેલા ગરબાને ગાવામાં આવે છે. ત્યારે યુનાઈટેડ વે ઓફ વડોદરાના ગરબા વિખ્યાત છે. આ ગરબાના આયોજનમાં અતુલ પુરોહિત દ્વારા પીએમ દ્વારા લખવામાં આવેલો ગરબો ગવાયો હતો અને ખેલૈયાઓ મન મૂકીને નાચ્યા હતા.
ગુજરાતના નેતાઓએ વીડિયો કર્યો ટ્વિટ
પીએમ મોદીએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે એક ગરબો મૂક્યો હતો જેના શબ્દો તેમણે લખ્યા છે. થોડા દિવસો પહેલા પીએમે એક ટ્વિટ કર્યું હતું અને લખ્યું હતું કે ઘણા વર્ષો પહેલા આ ગરબો લખ્યો હતો. આ ગરબાને ધ્વનિ ભાનુશાળીએ અવાજ આપ્યો છે. ત્યારે વડોદરાના ગરબામાં જ્યારે પીએમ મોદી દ્વારા લખવામાં આવેલો ગરબો ગવાયો ત્યારે તે ગરબાનો વીડિયો ગુજરાતના દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કર્યો છે. ગુજરાત બીજેપી, હર્ષ સંઘવી સહિતના નેતાઓએ તે વીડિયો શેર કર્યો છે.