નવરાત્રીમાં ગરબાનું આયોજન કરી કમાણી કરવા માંગતા આયોજકો માટે પોલીસે બનાવ્યા કડક નિયમો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 12:10:48

નવલી નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આદ્ય શક્તિના આરાધનાના પર્વ નવરાત્રીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવા માટે આતુર ખૈલૈયાઓના ક્રેઝને જોતા આયોજકો દ્વારા ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે ગરબા આયોજકો માટે અમદાવાદ શહેર પોલીસે કડક નિયમો બનાવ્યા છે જેમ કે ગરબા સ્થળે ટ્રાફિકને નિયંત્રણમાં રાખવા માટે આયોજકોએ વિવિધ બાબતોનું ધ્યાન રાખવું ફરજિયાત થઈ ગયું છે. જેમાં ગરબા સ્થળથી 100 મીટર દૂર પાર્કિંગનું આયોજન કરવું અને તેની દેખરેખ માટે ગાર્ડ્સ રાખવા વગેરે નિયમોનું જો કડકાઈથી પાલન ન થયું અને ટ્રાફિક જામ થયો તો આયોજકો પર આકરા પગલાં પણ ભરવામાં આવી શકે છે તથા તેમનું લાયસન્સ પણ રદ થઈ શકે છે. આ કારણે ગરબા આયોજકોની મુશ્કેલી વધી છે.


પોલીસે કયા કડક નિયમો બનાવ્યા


ગરબાની મંજૂરી લેનારા આયોજકો માટે પોલીસે કડક નિયમો બનાવ્યા છે. તેમણે ગરબા સ્થળથી 100 મીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા કરવા ટકોર કરાઈ છે. વાહન પાર્કિગ કરતા સમયે લોકોને પરેશાની ન થાય તે માટે ખાસ ગાર્ડ નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ કવર થાય તે રીતે આયોજકોએ CCTV કેમેરા લગાડવા પડશે. નોંધનીય છે કે ગરબા સ્થળ પર જે ગાર્ડ્સ છે તેમાં મહિલા અને પુરુષ બંને ફરજિયાત રાખવા પડશે.


નિયમોનો અનાદર કરનારા આયજકો સામે થશે કાર્યવાહી



પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ ગરબા આયોજનોને બનાવેલા નિયમો અંગે કહ્યું હતું કે આયોજકોએ આ નિયમોનું કડકાઈથી પાલન કરવું પડશે. અમદાવાદમાં ઠેર ઠેર ગરબાનું આયોજન કરતા આયોજકો સાથે બેઠક કરીને પોલીસે નિયમો અંગે ચર્ચા કરી હતી. તેવામાં જો નિયમોનું યોગ્ય પાલન નહીં થાય તો આયોજકોના લાયસન્સ જપ્ત થવાની સાથે કડક કાર્યવાહી પણ થઈ શકે છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?