વધતા હાર્ટ એટેકના કેસને લઈ તંત્ર એલર્ટ, ગરબા આયોજકો માટે આરોગ્ય વિભાગની ગાઈડલાઈન જાહેર


  • Published By :
  • Published Date : 2023-10-10 21:47:57

રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવોના કારણે સામાન્ય માણસ જ નહીં રાજ્ય સરકાર પણ ચિંતિત છે. આગામી દિવસોમાં નવરાત્રી મહોત્સવ શરૂ થવાનો છે. મા આદ્ય શક્તિના આરાધનાના પર્વને લઈ ખૈલાયાઓમાં અનેરોલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખૈલૈયાઓ નવરાત્રીના નવ દિવસ સુધી મનમુકીને ગરબે ઘુમતા હોય છે, ત્યારે  તેમનું આરોગ્ય જોખમાઈ શકે છે. આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે અને યુવાનોમાં હાર્ટએટેકના વધતા કેસોને લઈ સરકાર ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં મુખ્યત્વે નવરાત્રિના આયોજકોએ મેડિકલ કીટ રાખવી પડશે. તેમજ 8 કોર્પોરેશન, 157 નપા માટે ખાસ માર્ગદર્શિકા અમલી રહેશે. અમદાવાદ, સુરત, રાજકોટમાં હાર્ટએટેકના સતત વધતા બનાવોને લઈ નવરાત્રીના આયોજકો દ્વારા તબીબોની ઈમરજન્સી ટીમ, એમ્બ્યુલન્સ સહિત મેડિકલ સેવા ગરબા ગ્રાઉન્ડ નજીક મળી રહે તે માટે સુચના આપવામાં આવી છે. ગરબા રમતી વખતે ક્યાંક થોડીઘણી પણ તકલીફ જણાય તો રમવાનું તુરત જ બંધ કરી મેડિકલ સેવા માટે આગ્રહ રાખવા જણાવાયું છે.

 

શું છે માર્ગદર્શિકામાં?


રાજ્ય આરોગ્ય વિભાગ દ્વાકા જાહેર કરવામાં આવેલી આ માર્ગદર્શિતા મુજબ ગરબાના સ્થળે આયોજકોએ ગ્રીન કોરિડોર ફરજિયાત તૈયાર કરવો પડશે. ઉપરાંત વિના મૂલ્યે આરોગ્યની ટીમ માટે એક સ્ટોલ ફાળવવો પડશે તથા ગરબાના સ્થળથી હોસ્પિટલ પહોંચવા માટે એમ્બ્યુલન્સ રાખવી પડશે. ગરબા સ્થળની હોસ્પિટલમાં એરાઉન્ડ ધ કલોક સારવાર મળે તેવી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. રાજ્યના દરેક કલેકટર, ડીડીઓ, મ્યુનિસિપલ કમિશનરને આરોગ્ય વિભાગની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં PHC અને CHC સેન્ટરોને સૂચનાઓ આપવામાં આવશે. જેનમાં તમામ ગરબાના આયોજન સ્થળની નજીક 108ના પોઇન્ટ ગોઠવવાથી લઈ, દર્દીઓને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચાડી શકાય તેના અંગે વ્યવસ્થા કરવાની રહેશે. આ સાથે CPRની તાલીમ લીધેલા લોકોને ગરબા સ્થળે રાખવા માટેની પણ વ્યવસ્થા આયોજકોએ કરવાની રહેશે.જ્યારે બીજી તરફ હોસ્પિટલોમાં પણ સમયસર સારવાર મળી રહે તેના માટે તમામ સ્થાનો પર હોસ્પિટલમાં રાત્રીના 12 વાગ્યા સુધી હાજર રહેવાની સૂચના અપાશે. તેમજ ડૉક્ટરોની ટીમ પણ ઉપલબ્ધ રહે તેની કાળજી રાખવાની રહેશે. જ્યારે ભાજપના ડોકટર સેલના કાર્યકરો પણ ગરબા સ્થળે હાજર રહેશે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?