ખેલૈયાઓ હવે મોટી રાત સુધી ગરબે રમી શકશે, રાજ્યના ગૃહ વિભાગે પોલીસને આપી આ સૂચના


  • Published By :
  • Published Date : 2023-10-17 21:54:51

રાજ્યમાં મા નવદુર્ગાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી ચાલી રહ્યું છે તેને લઈ ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે રાત્રે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરી દેવા પડતા હોઈ ખેલૈયાઓ નિરાશ છે. પરંતું હવે સરકારે રાતે 12 વાગ્યા સુધી જ ગરબા રમવાની સમયસીમા દૂર કરી દીધી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડા સાથે વીડિયો કૉન્ફરન્સથી બેઠક કરી હતી. જેમાં ગૃહ રાજ્ય મંત્રીએ ખેલૈયાઓને ખલેલ ના પહોંચે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે રીતે વધુમાં વધુ સમય સુધી ગરબા રમવા માટે મૌખિક સૂચના આપી છે.


ખેલૈયાઓ હવે મોટી રાત સુધી ગરબે રમી શકશે


ઉલ્લેખનિય છે કે આજે નવરાત્રિનું આજે ત્રીજું નોરતું છે. આ દરમિયાન ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ આજથી ગરબા બંધ નહીં કરાવે, જેથી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યની પોલીસને મૌખિક સૂચના આપવામાં આવી છે. તમામ એસપી અને પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી છે. પોલીસને ગરબા બંધ નહીં કરવા જવાની સૂચના અપાઈ છે.


અમદાવાદમાં રાત્રે 12 વાગ્યા સુધી  2100 જવાનો રહેશે ખડેપગે


નવરાત્રિ તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસના એક્શન પ્લાન બનાવ્યો છે. આ અંગે માહિતી આપતા અમદાવાદ શહેર પશ્ચિમ ટ્રાફિક DCP નીતા દેસાઈએ કહ્યું કે અત્યાર સુધી મોડી રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક વિભાગના 1500 જવાનો બંદોબસ્તમાં હતા, હવે તેમાં 600નો વધારો કરીને 2100 જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે.અમદાવાદ શહેરમાં 113 પોઇન્ટ એવા છે જ્યાં વધારે ટ્રાફિક થાય છે. નવરાત્રિ દરમિયાન સ્પેશિયલ 600 જવાનોને મોડી રાત દમિયાન ટ્રાફિક નિયમનમાં રહેશે. વધારે ટ્રાફિક થતાં શહેરના વિસ્તારોમાં નવી સ્પેશિયલ ટીમ મૂકવામાં આવી છે. મોડી રાત્રે ટ્રાફિકના જવાનો રેડિયમ વાળા જેકેટ પહેરીને હાજર રહેશે. નીતા દેસાઈએ કહ્યું હતું કે, ડ્રીંક એન્ડ ડ્રાઈવને લઈને ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં રહશે. ડ્રીંક એન્ડ ડ્રાઇવ અને ઓવર સ્પીડ કાર ચલાવશે તો તેની સામે કાર્યવાહી થશે. ટ્રાફિક વિભાગ 150 જેટલા બ્રેથ એનેલાઈઝર મશીન અને કુલ 39 સ્પીડ ગનનો ઉપયોગ કરશે. 9 ઈન્ટરસેપ્ટ વાન હાઇવે પર હાજર રહેશે. ટ્રાફિકના નિયમોનું ધ્યાન રાખીને તહેવારોની ઉજવણી કરવી જોઈએ. ટ્રાફિક વિભાગ નવરાત્રી નહીં ઉજવે પણ તમે નવરાત્રી ઉજવી શકો તે માટે અમે બંદોબસ્તમાં રહીશું. નવરાત્રી દરમિયાન ટ્રાફિક વિભાગ, લોકલ પોલીસ અને શી ટીમ હાજર રહેશે. ચાલુ ગરબા દરમિયાન રોમિયોગીરી કરતા લોકોની શી ટીમ ધરપકડ કરશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?