આ વર્ષે રાજયમાં ચોમાસાનું આગમન વહેલા થઈ ગયું હતું પરંતુ હજું સુધી ચોમાસાની વિદાયના કોઈ સંકેત નથી. પરંતુ હવામાન નિષ્ણાતોના મતે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જવાની શક્યતા છે. હવામન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા અસરના ભાગરૂપે ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળશે. બંગાળમાં લો પ્રેશરના કારણે સૌથી વધુ વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતમાં છે. હાલ પણ હવામાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.
વરસાદના વિરામ બાદ વાદળછાયું વાતાવરણ
અત્યારે થોડા દિવસમાં ગરમી અને રાત્રીના સમયે ઠંડું વાતાવરણ થતાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં હાલ ગરમીનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં વરસાદ યથાવત્ રહશે તેવા સંકેત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી શકે છે.
નવરાત્રિમાં વરસાદ નહીં નડે
આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓને ડર હતો કે વરસાદ નવરાત્રિ બગાડશે પરંતુ હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતેની જાહેરાત કરી દેવામાં આવી છે કે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહીવત છે. માટે હવે ગરબા રસીકો ચિંતા વગર મન મૂકીને ગરબે રમી શકશે.