વડોદરાના મંજુસરમાં ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન થયેલા પથ્થરમારા બાદ 48 તોફાની તત્વો સામે થઈ ફરિયાદ, આ 17 આરોપી ફરાર


  • Published By :
  • Published Date : 2023-10-01 11:16:29

વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામમાં ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન ગામના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ મામલે પોલીસે આકરી કાર્યવાહી કરતા 48 તોફાની તત્વો વિરૂધ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનિય છે કે વડોદરાના મંજુસર ગામમાં ગુરુવારે શ્રીજી વિસર્જન યાત્રામાં ગણપતિ વિસર્જન દરમિયાન બે જુથો વચ્ચે પથ્થરમારો થતાં મંજૂસર અને સાવલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતી પર કાબૂ મેળવ્યો હતો. 


આ લોકો થયા ફરાર


ગણેશ વિસર્જન યાત્રામાં પથ્થરમારો કરનાર 48 જેટલા તોફાનીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જેમાં 48 પૈકી 18 આરોપોની નામજોગ ફરિયાદ દાખલ થઇ છે. આમાં એક આરોપી અબ્બાસ વાઘેલાની ધરપકડ શુક્રવાર રાતે જ પોલીસે કરી લીધી હતી, અને આગળની પૂછપછ કરવામાં આવી રહી છે. પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં 1 વસીમ જય વાઘેલા, 2 જસ નારસિંગભાઈ વાઘેલા, 3 રણજીત લક્ષ્મણ ,4 યાસીન વાઘેલા, 5 મહંમદ વાઘેલા 6) લાલ રાયસીંગ વાઘેલા 7 સચિન વાઘેલા 8) સાહિલ વાઘેલા 9 કિરણ રિક્ષાવાળા 10 સાગર વાઘેલા 11 શહેજાન વાઘેલા 12 નાસીર ચંદુ ડીલક્ષ 13 તોસીફ વાઘેલા  14 ફરીદ વાઘેલા 15 વિક્રમ ચીમનભાઈ વાઘેલા 16 નઝીર અબ્બાસ વાઘેલા 17 જીગર અબ્બાસ વાઘેલાનો સમાવેશ થયો છે. ઉલ્લેખનિય છે કે કોમી તોફાન બાદ આમાથી 17 આરોપીઓ ફરાર થઈ ગયા છે  જેમને પકડવા માટે જિલ્લા પોલીસે 17 આરોપીઓને પોલીસ મથકે હાજર થવા તેમના ઘરે નૉટિસો ફટકારી છે. 


પોલીસે શરૂ કર્યું પેટ્રોલિંગ અને કોમ્બિંગ


ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન મંજૂસર ગામમાં આવેલા વાઘેલા ફળિયામાં બે જૂથ વચ્ચે થયેલા પથ્થરમાના બનાવને લઇ હાલમાં ગામમાં અજંપા ભરી પરિસ્થિતિ સર્જાય છે. સમગ્ર ગામ હાલમાં પોલીસ છાવણીમાં ફેરવાયું છે. આ સાથે જ પથ્થરમારો કરનાર ઇસમોને ઝડપી પાડવા માટે મંજૂસર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. પથ્થરમારાની ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.


ધારાસભ્ય કેતન ઈનામદારે શું કહ્યું હતું


સાવલી તાલુકાના મંજુસરમાં થયેલી કોમી અથડામણની ઘટના અંગે સાવલીના ધારાસભ્ય  કેતન ઇમાનદારે કહ્યું હતું કે,  શાંતિ ડહોળનાર કોઈ તત્વોને  છોડવામાં નહી આવે. અમુક અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. ઈરાદાપૂર્વક પર પથ્થરમારો કરાયો છે. આ ઘટનામાં કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે.જવાબદારો સામે દાખલો બેસાડવાની કાર્યવાહી કરાશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?