વડોદરામાં ગણપતિ વિસર્જન દરમિયાન પથ્થરમારો કરનારા RSS કાર્યકર નિલેશ પરમાર સામે પાસા હેઠળ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-10-06 21:18:17

કોઈ પણ રાજ્ય અને દેશની શાંતિ અને સુરક્ષા અતિ આવશ્યક છે, શાંતિ અને સૌહાર્દનો માહોલ રહે. હમણા જ વડોદરામાં એક સાંપ્રદાયિક ઘટના ઘટી હતી. જેમાં આરએસએસના કાર્યકર નિલેશ પરમારને અમદાવાદ જેલમાં પાસા હેઠળ મોકલી દેવામાં આવ્યો છે. એટલે જે લોકો હિંદુત્વના નામે કાયદો હાથમાં લઈ રહ્યા છે એ આ ઘટનાથી શાનમાં સમજી જજો. સરકારો માટે ધર્માંધતા કે સંઘર્ષો કરતા પણ વિશેષ જરૂરી છે શાંતિ અને સૌહાર્દ અને એટલે જ સરકારે તોફાનો કરનારનો ધર્મ નથી જોયો અને કાર્યવાહી કરી છે. 


ઉપદ્રવી યુવક વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી  


વડોદરાના સાવલીના મંજૂસર ગામમાં ગણપતિ બાપ્પાના વિસર્જન દરમિયાન પથ્થરમારો થયો હતો. જેમાં પોલીસને અનેક વાયરલ વીડિયો મળ્યા હતા અને હવે એ મામલે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સાવલીના ગોઠડા ગામના 23 વર્ષના નવજવાન નિલેશ પરમાર સામે રાયોટિંગ અને બીજા પણ અલગ અલગ પાંચ ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે, સાવલી પોલીસે આ કાર્યવાહી વડોદરા જિલ્લા કલેક્ટરના હુકમથી કરી છે. માનીએ છીએ ચૂંટણી પહેલા આવા ગતકડા કરવામાં આવી છે જે પ્રેરિત હોય શકે છે પણ સરકાર અને પોલીસની કામગીરી તેને રોકવાની હોય છે. નૈતિક દ્રષ્ટિએ આવું જ થવું જોઈએ કે હિંદુત્વના નામે આવા લોકો કાયદો હાથમાં લે છે અને અશાંતિ ફેલાવે છે અને તેમાં જ પોતાની શાન માને છે તો તેમણે સમજવું જોઈએ કે પોલીસ અને સરકાર પાછળ છે. સરકાર માટે રાજ્યની શાંતિ મહત્વની છે કારણ વગરની ક્રિયા પ્રક્રિયાના નામે થતા તોફાનો નહીં. શાળામાં નમાઝ બાબતે બબાલ કરનાર સામે કાર્યવાહી વડોદરા અને નર્મદામાં પણ થવી જ જોઈએ. સરકાર માટે ધર્માંધતા કે સંઘર્ષો કરતા પણ વિશેષ જરૂરી છે શાંતિ અને સૌહાર્દ અને એટલે જ સરકારે તોફાન કરનારનો ધર્મ નથી જોયો. તમે પણ ના જુઓ અને બની શકો ત્યાં સુધી શાંતિ સ્થપાય તે દિશામાં કામ કરો શાંતિ એ કાયરતાની નિશાની નથી સમૃદ્ધિની વાહક છે. 


શું હતો સમગ્ર મામલો


આ સમગ્ર મામલે ફરિયાદી ધર્મેશ રવજીભાઈ પરમારે તેઓની ફરિયાદમાં જણાવેલ હતું કે તેઓ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે ગતરોજ સાંજે નોકરીથી પરત આવ્યા બાદ મોટરસાયકલ લઈને ત્રણ મિત્રો સાથે મોટરસાયકલ પર સાવલી ગયા હતા અને ત્યારબાદ ગોઠડા ગામે પરત આવતાં ગામના મસ્જિદ નજીક ચકલા પાસે મોટરસાઈકલ ઊભી રાખી માવો ખાતા હતા તે દરમિયાન ગોઠડા ગામમાં રહેતા શકીલ વખત સિંહ પરમાર, મોઈન ઝાકીર ભાઈ પઠાણ, જાવીદ હમીર ભાઈ મલેક, અક્રમ કમરૂ ભાઈ કુરેશી તેમજ અન્ય મિત્રો બેઠા હતા તેઓને ધર્મેશ પરમાર માવો ખાતા સમયે આંગળી કરતો હોય તેવું લાગતા તેઓએ ધર્મેશ પરમાર તેમજ અન્ય બે મિત્રો ને ગાળા ગાડી કરી હતી તે સમયે ધર્મેશ પરમાર એ ગાળો નહીં બોલવાનું જણાવતા  જતા રહે અને થોડી વારમાં  તેમના ફળિયા જય ઉપરોક્ત ચાર વ્યક્તિ સાથે અન્ય સલીમ કાસમ અલી સૈયદ, ઝાકીર અલી સૈયદ, સૈયદ અલી રફીક ભાઈ મલેક તથા અન્ય 15નું ટોળું ગમે તેમ ગાળો બોલી પથ્થરમારો કરતાં ધર્મેશ પરમારના માથાના ભાગે પથ્થર વાગતા ઇજાગ્રસ્ત થયો હતો


તે બાબતે ધર્મેશ પરમાર સાવલી પોલીસ મથકે સાત જણા તેમજ બીજા પંદર નું ટોળું સામે ફરીયાદ નોંધાવતા પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી આજરોજ શકીલ વખત સિંહ પરમાર, જાવીદ હમિદ ભાઈ મલેક અક્રમ કમરૂ ભાઈ કુરેશી તમામ રહેવાસી ગોઠડા ની ધરપકડ કરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?