ગુજરાતમાં દારૂ પીવાના સમાચાર મળતા હતા પરંતુ હવે ડ્રગ્સ અને ગાંજો લેવાના પણ સમાચારો સામે આવી રહ્યા છે. પોલીસે મેઘા સર્ચ ઓપરેશન અંતર્ગત ગુજરાતમાં મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડ્યો હતો. ગુજરાતના ત્રણ જિલ્લા એટલે કે મહીસાગર, અરવલ્લી અને ખેડામાં કરોડોના ગાંજાનું વાવેતર ઝડપાયું હતું
2 કરોડથી વધુના લીલા ગાંજાનો જથ્થો ઝડપાયો
અરવલ્લીના બાયડ પોલીસે વાઘવલ્લા ગામના ખેતરોમાંથી 2.27 કરોડનો લીલો ગાંજો ઝડપી પાડ્યો હતો. અરવલ્લી પોલીસે ગાંજોનું વાવેતર કરનાર 9 લોકો સામે ફરિયાદ નોંધી છે. વાઘવલ્લા ગામના ખેતરોમાં 2 હજાર કિલોથી વધારાનું લીલા ગાંજાનું વાવેતર થયું હતું. પોલીસે 2 લોકોને ઝડપી પાડ્યા છે જ્યારે 7 આરોપીઓ ફરાર છે. ગુજરાત પોલીસની કાર્યવાહીની પહેલી એવી ઘટના છે જેમાં આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.