ગેંગસ્ટર નિખીલ દોંગાનો આખરે જામીન પર છુટકારો, ગુજરાત હાઇકોર્ટે રેગ્યુલર જામીન ઉપર છોડવાનો કર્યો હુકમ


  • Published By :
  • Published Date : 2024-02-06 15:17:06

રાજકોટ અને ગોંડલ સહિત સૌરાષ્ટ્રમાં અનેક ગુના આચરનારા કુખ્યાત ગેંગસ્ટર નિખીલ દોંગાનો આખરે જામીન પર છુટકારો થયો છે. ગુજસીકોટના ગુનામાં નિખીલ દોંગા ગેંગના એક પછી એક આરોપીના જામીન મંજૂર થયા બાદ આજે નિખીલ દોંગાના જામીન મંજૂર થયા છે. ગુજરાત હાઇકોર્ટે નિખીલ દોંગાને રેગ્યુલર જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો છે. ગુજસીકોટના આરોપી નિખીલ દોંગાએ અનેક ગુનાને અંજામ આપ્યો છે. ગોંડલ યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર અને ગુજસીકોટ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર થતા તેમના સમર્થકોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. 


નિખીલ દોંગા સામે 14 કરતા વધુ ગુના


નિખીલ દોંગા ગેંગ સામે મિલકતો પચાવી પાડવી, હત્યાની કોશિશ સહિતના 117 જેટલા ગુનામાં સંડાવાયેલો છે. નિખીલ દોંગા સામે વર્ષ 2003થી અત્યાર સુધીમાં 14 કરતા વધુ ગુના નોંધાયેલા છે. રાજકોટ જિલ્લામાં અનેક ગુન્હા આચરનાર નિખીલ દોગાને પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ ઝડપીને ગોંડલ કારાગૃહમાં ધકેલી દેવામાં આવ્યો હતો. પરંતુ રૂપિયા વેરવામાં પાછી પાની નહી કરનારા નિખીલ દોગાએ ગોંડલ જેલના તંત્રને ખરીદી લીધું હોય તેમ જેલમાં સજા કાપવાને બદલે એશોઆરામ કરતો હતો. અગાઉ નિખિલ દોંગા ભુજની પાલારા જેલમાં બંધ હતો. પરંતુ તે જેલમાં નિખિલને સગવડો મળતી હોવાની ફરિયાદ ખુદ પોલીસે કરી હતી. જેના આધારે સ્પેશિયલ કોર્ટે નિખિલ દોંગાને અમદાવાદ સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ જાહેર કર્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?